ડોક્ટરો સામે ઝુકી મમતા બેનરજી, સરકારી હોસ્પિટલમાં રહેશે સુરક્ષાકર્મી

સપ્તાહથી ચાલી રહેલા વિવાદને ખતમ કરવાના પ્રયત્નમાં સોમવારે મમતા બેનરજીએ હડતાળ કરી રહેલા ડોક્ટરો સાથે બેઠક કરી

News18 Gujarati
Updated: June 17, 2019, 7:05 PM IST
ડોક્ટરો સામે ઝુકી મમતા બેનરજી, સરકારી હોસ્પિટલમાં રહેશે સુરક્ષાકર્મી
ડોક્ટરો સામે ઝુકી મમતા બેનરજી, સરકારી હોસ્પિટલમાં રહેશે સુરક્ષાકર્મી
News18 Gujarati
Updated: June 17, 2019, 7:05 PM IST
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યમાં બધી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની સુરક્ષા માટે નોડલ અધિકારીઓની નિમણુક કરવા માટે પોલીસને નિર્દેશ આપ્યો છે. સાથે તેમણે સપ્તાહથી ચાલી રહેલા વિવાદને ખતમ કરવાના પ્રયત્નમાં સોમવારે હડતાળ કરી રહેલા ડોક્ટરો સાથે બેઠક કરી હતી. આ બેઠક ખતમ થયા પછી પશ્ચિમ બંગાળમાં જૂનિયર ડોક્ટરોએ સપ્તાહથી ચાલી રહેલી હડતાળ ખતમ કરી દીધી છે.

રાજ્ય સચિવાલયમાં આયોજિત આ બેઠકમાં ચિકિત્સકોના પ્રતિનિધિમંડળે મમતાને મેડિકલ કોલેજો અને હોસ્પિટલમાં તેમને આવી રહેલી સમસ્યાઓ વિશે જણાવ્યું હતું. મમતા બેનરજીએ બેઠકમાં હાજર પોલીસ અધિકારીઓને ડોક્ટરોની સુરક્ષા માટે રાજ્યના સરકારી હોસ્પિટલોમાં નોડલ અધિકારીઓની નિમણુક કરવાનો આદેશ આપ્યો છે.આ પણ વાંચો - જ્યારે સંસદમાં ગૂંજ્યો એક જ સવાલ- ક્યાં છે રાહુલ ગાંધી?

મુખ્યમંત્રીએ હડતાળ કરી રહેલા ડોક્ટરોને કહ્યું કે રાજ્ય સરકારે કોઈ ડોક્ટર સામે મામલો નોંધાવ્યો નથી. જૂનિયર ડોક્ટરોએ સંયુક્ત મંચના પ્રતિનિધિઓએ 11 જૂને એનઆરએસ મેડિકલ કોલેડ અને હોસ્પિટલમાં ડોક્ટરો પર થયેલા હુમલામાં સામેલ લોકોને દંડિત કરવાની માંગણી કરી છે. મમતા બેનરજીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે જરુરી પગલા ભર્યા છે અને એનઆરએસ ઘટનામાં સામેલ પાંચ લોકોની ધરપકડ કરી છે.
First published: June 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...