ફેક એન્કાઉન્ટર બદલ મેજર જનરલ સહિત સાત જવાનને આજીવન કેદની સજા

સિપાહીઓએ ફેક એન્કાઉન્ટરમાં પાંચ યુવકોને ઠાર કર્યા હતા. આર્મીના જવાનોએ દાવો કર્યો હતો કે આ તમામ યુવકો આતંકી સંગઠન ઉલ્ફા (યુનાઇટેડ લિબ્રેશન ફ્રન્ટ ઓફ અસમ) સાથે જોડાયેલા હતા.

News18 Gujarati
Updated: October 15, 2018, 12:31 PM IST
ફેક એન્કાઉન્ટર બદલ મેજર જનરલ સહિત સાત જવાનને આજીવન કેદની સજા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 15, 2018, 12:31 PM IST
ગુવાહાટીઃ આસામમાં 24 વર્ષ જૂના ફેક એન્કાઉન્ટર કેસમાં આર્મીના મેજર જનરલ સહિત સાત લોકોને આર્મી કોર્ટે દોષી જાહેર કર્યા હતા. તમામ લોકોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

મેજર જનરલ એ.કે. લાલ, કર્નલ થોમસ મેથ્યૂ, કર્નલ આર.એસ સિબિરેન, કેપ્ટન દિલીપ સિંઘ, કેપ્ટન જગદેવ સિંઘ, નાયક અલબિંદર સિંઘ અને નાયક સિવેન્દર સિંઘને 1994માં આસામના તિનસુકિયા જિલ્લામાં ફેક એન્કાઉન્ટરના કેસમાં સંડોવણી માલુમ પડતા દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

સિપાહીઓએ ફેક એન્કાઉન્ટરમાં પાંચ યુવકોને ઠાર કર્યા હતા. આર્મીના જવાનોએ દાવો કર્યો હતો કે આ તમામ યુવકો આતંકી સંગઠન ઉલ્ફા (યુનાઇટેડ લિબ્રેશન ફ્રન્ટ ઓફ અસમ) સાથે જોડાયેલા હતા. એન્કાઉન્ટરના થોડા દિવસ બાદ આર્મીએ અન્ય ચાર યુવકોને છોડી મૂક્યા હતા.

આ મામલે 22મી ફેબ્રુઆરીના રોજ જગદીશ ભુયાન નામના એક વ્યક્તિએ ગુવાહાટી હાઇકોર્ટમાં અરજી કરીને પાંચેય યુવકો વિશે વિગતો માંગી હતી. જે બાદમાં ગુવાહાટી હાઈકોર્ટે આસુ (ઓલ અસમ સ્ટુડન્ટ યુનિયન) સાથે જોડાયેલા નવ સ્ટુડન્ટને નજીકના પોલીસ સ્ટેશન સમક્ષ રજુ કરવાનો આદેશ કર્યો હતો. જે બાદમાં આર્મીએ પાંચ યુવકોનાં મૃતદેહ દોલ્લા પોલીસ મથક ખાતે હાજર કર્યા હતા.

આ અંગે 16મી જુલાઈના રોજ કોર્ટ માર્શલની પ્રક્રિયા શરૂ થઈ હતી જે 27મી જુલાઈ સુધી ચાલી હતી. આ અંગે તમામ સાત આર્મીજવાનોને શનિવારે સજા સંભળાવવામાં આવી હતી.
First published: October 15, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...