મહારાષ્ટ્ર બીજેપીના ટ્વિટર અધિકારિક ટ્વિટલ હેન્ડલથી રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીર વિરૂદ્ધ ટ્વિટ કરી દેવામાં આવ્યું હતું. રવિવારે સવારે 10.15 વાગ્યાની આસપાસ પાર્ટીના ટ્વિટર હેન્ડલ તરફથી લખવામાં આવ્યું કે, "રાજ્યમાં એક તરફ 2 લાખ કર્મચારીઓની જરૂરત છે, તેવામાં બીજી બાજુ દેવેન્દ્ર ફડણવીસ સરકાર 30 ટકા કર્મચારીઓની છંટણી કરી રહી છે. આ મેક ઈન મહારાષ્ટ્ર નહી પરંતુ ફુલ ઈન મહારાષ્ટ્રની સ્કિમ છે." આ ટ્વિટમાં રાહુલ ગાંધી, સંજય નિરૂપમ સહિત અન્ય કોંગ્રેસી નેતાઓને પણ ટેગ કરવામાં આવ્યા છે.
ભાજપના ટ્વિટર હેન્ડલને તેમની ભૂલ એક કલાક બાદ સમજાઈ હતી ત્યાર બાદ તેમને પોતાની ટ્વિટ ડિલિટ કરી દીધું હતું, પરંતુ ત્યાર સુધીમાં આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. જોકે, હજુ સુધી તે ખબર પડી નથી કે, આ ટ્વિટ ભૂલથી કરી દેવામાં આવી હતી કે, જાણી જોઈને કરવામાં આવી હતી.
તે ઉપરાંત શિવસેનાએ શનિવારે કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મુંબઈથી બહારના લોકોના યોગદાનના વખાણ કરનાર ગેરજવાબદાર નિવેદનને પાછુ લઈ લેવું જોઈએ. દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્રમાં એનડીએ ગઠબંધનનો સહયોગી દળ શિવસેના ઘણા મુદ્દોઓને લઈને બીજેપી પર નિશાન સાંધતા રહે છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, દેશની નાણાકિય રાજધાનીએ હંમેશા લોકોને શરણ આપી છે અને અહી રહેનારવાળા લોકોએ શહેરની પ્રતિષ્ઠા વધારી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cm devendra fadnavis, Twitter, ભાજપ