મહારાષ્ટ્ર હિંસાની અસર મધ્યપ્રદેશ પહોંચી, દલિતોના ટોળાએ 12 બસ સળગાવી

ગુરૂવારે મધ્યપ્રદેશમાં પણ પ્રદર્શનકારીઓએ 12 બસોને આગને હવાલે કરી દીધી છે...

ગુરૂવારે મધ્યપ્રદેશમાં પણ પ્રદર્શનકારીઓએ 12 બસોને આગને હવાલે કરી દીધી છે...

  • Share this:
દલિત સંગઠનો દ્વારા બુધવારે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યા બાદ તયેલ હિંસાત્મક ઘટનાઓની આગ દેશના અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ છે. બુધવારે એકબાજુ મહારાષ્ટ્રમાં બંધનું એલાન હતું, ત્યારે દિલ્હી અને આસપાસના વિસ્તારમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.હિંસાની આગ ગુજરાત બાદ હવે મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ છે. ગુજરાતમાં ધોરાજી પાસે એક બસને આગ ચોપી દેવામાં આવી હતી. આ બસ સરકારી હતી, જેને તોપાનીઓએ આગને હવાલે કરી દીધી હતી.જ્યારે આજે ગુરૂવારે મધ્યપ્રદેશમાં પણ પ્રદર્શનકારીઓએ 12 બસોને આગને હવાલે કરી દીધી છે. આગ લાગ્યાની સુચના મળતા જ ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે.ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના પુણે જીલ્લામાં કોરેગાંવ-ભીમામાં સોમવારે થયેલ હિંસામાં નાદેડના એક યુવકના મોતના વિરોધમાં ભારિપા બહુજન મહાસંઘ અને અન્ય દળોએ મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું હતું.

First published: