EXCLUSIVE: મરાઠા માટે 16% અનામત, તો પાટીદારોને ક્યારે?

'પછાત વર્ગ આયોગ' દ્વારા આ માંગણીના સંદર્ભે આજે સરકારને સીલબંધ કવરમાં તેનો અહેવાલ સોંપી દીધો છે.

'પછાત વર્ગ આયોગ' દ્વારા આ માંગણીના સંદર્ભે આજે સરકારને સીલબંધ કવરમાં તેનો અહેવાલ સોંપી દીધો છે.

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાય માટે 16 ટકા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું જેને વિધાનસભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. હવે તેને મંજૂરી માટે વિધાનપરિષદમાં રજૂ કરવામાં આવશે.

    આયોગે આ સંદર્ભે એક અહેવાલ મહારાષ્ટ્ર સરકારને બંધ કવરમાં સોંપી દીધો છે. આ અહેવાલ અનુસાર રાજ્યમાં 30% વસતી મરાઠાની હોઈ, તેમને સરકારી નોકરીમાં અનામત આપવાની જરૂર છે. આ પરિસ્થિતિને જોતા પાડોશી રાજ્ય ગુજરાતમાં પણ પાટીદાર સમાજને અનામત આપવાની માંગ વધુ બળવત્તર બનશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પાટીદારોની વસતી લગભગ 12-14%ની છે.

    અહીં ક્લિક કરી વાંચો મહારાષ્ટ્રમાં મરાઠા અનામત બિલને મળી મંજૂરી, શિક્ષણ-નોકરીમાં મળશે 16% અનામત

    પ્રાપ્ત માહિતી અનુસાર, મરાઠાને અનામત આપવા માટે છેલ્લા કેટલાક સમયથી માંગ કરવામાં આવી રહી હતી. 'પછાત વર્ગ આયોગ' દ્વારા આ માંગણીના સંદર્ભે આજે સરકારને સીલબંધ કવરમાં તેનો અહેવાલ સોંપી દીધો છે. આયોગે જણાવ્યું છે કે જે રાજ્યમાં 30% વસતી મરાઠાની હોય ત્યાં 16% આરક્ષણ અપાવું જોઈએ

    આ સાથે આયોગે એમ પણ જણાવ્યું હતું કે મરાઠાઓને અનામત આપવાની સાથે ઓબીસી ક્વોટામાં કોઈ પરિવતૅન કરવામાં નહિ આવે.જો મરાઠા અનામત ઉપર મંજૂરીની મહોર લાગી જશે તો તમામ વર્ગોને સમાવતા મહારાષ્ટ્રમાં કુલ 68% અનામત થઇ જશે. હાલ રાજ્યમાં અલગ-અલગ વર્ગને ઉમેરીએ તો અનામતની ટકાવારી 52% ની છે.

    આ પણ જુઓઃ  ગુજરાત બીનઅનામત આયોગના ચેરમેને લખ્યો પત્ર, જાણો નીતીન પટેલનો જવાબ

    મહારાષ્ટ્ર સરકારે જૂન-2017માં પછાત વર્ગ આયોગને મરાઠાઓને અનામત આપી શકાય કે નહિ તે અંગે એક સર્વેક્ષણ કરવાનું જણાવ્યું હતું। છેલ્લા 15 મહિનામાં આયોગે મહારાષ્ટ્રના સંખ્યાબંધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન આયોગે મરાઠા સમાજના લગભગ બે લાખ લોકોની રજુઆત પણ સંબંધી હતી. આ દરમિયાન આયોગે 25,000 પરિવારોનું સર્વેક્ષણ પણ કર્યું હતું.

    અનામતની માંગ કરતા આંદોલનકારીઓએ આ દરમિયાન ગત ગુરુવારે એક રાજનૈતિક પક્ષ બનાવવાની ઘોષણા કરી હતી. આ પક્ષ મહારાષ્ટ્રમાં આગામી લોકસભા ચૂંટણી પણ લડશે। 'મહારાષ્ટ્ર ક્રાંતિ સેના' નામના આ પક્ષનું નેતૃત્વ સુરેશ પાટીલ કરશે। તેમનો દાવો છે કે, તેઓ 'મરાઠા અનામત સંઘર્ષ સમિતિ' સાથે છેલ્લા 10 વર્ષથી કામ કરી રહ્યા છે. (એજન્સીના ઇનપુટ સાથે)
    Published by:Vinod Zankhaliya
    First published: