મહારાષ્ટ્રમાં પ્રતિબંધો વધ્યા, હવે 50% કર્મચારીઓ જ ખાનગી કચેરીઓમાં કરશે કામ

મહારાષ્ટ્રમાં પ્રતિબંધો વધ્યા, હવે 50% કર્મચારીઓ જ ખાનગી કચેરીઓમાં કરશે કામ

 • Share this:
  મુંબઈ: દેશમાં કોરોના વાયરસની મહામારી દિવસેને દિવસે વધી રહ્યો છે. આ ચેપથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં શુક્રવારે સરકારે 31 માર્ચ સુધી નવા પ્રતિબંધો લગાવી દીધા છે. જેમા, બધા થિયેટરો અને ઓડિટોરિયમ ફક્ત 50 ટકાની ક્ષમતા સાથે કાર્ય કરશે. તમામ ખાનગી કચેરીઓ પણ 50 ટકાની ક્ષમતા સાથે કામ કરશે. જ્યારે માસ્કનો ઉપયોગ ફરજિયાત રહેશે.

  મહારાષ્ટ્ર સરકારના મતે, જો કોઈ ઓફિસ અથવા ડ્રામા થિયેટર કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાનું જણાય છે, તો તે હંમેશા માટે બંધ થઈ શકે છે. તેમજ સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓના વિભાગના વડાઓને કર્મચારીઓની જરૂરી સંખ્યા અંગે નિર્ણય લેવા જણાવ્યું છે. જો કે, ઉત્પાદન ક્ષેત્ર 100 ટકા સંખ્યા સાથે કામ કરી શકે છે. આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે આવી જગ્યાઓ એવા લોકોને ન આપવી જોઈએ કે જેમણે માસ્ક યોગ્ય રીતે પહેર્યો ન હોય.  મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા નવા પ્રતિબંધ મુજબ, સ્ક્રીનીંગમાં તાપમાન યોગ્ય જણાય તો જ લોકોને કોઈપણ કચેરીમાં પ્રવેશ આપવામાં આવશે. ઉપરાંત,પહેલાની જેમ જ સેનિટાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે.

  મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ અઠવાડિયે નવા પ્રતિબંધો જાહર કર્યા છે. ગુરુવારે રાજ્યમાં કોરોના વાયરસના ચેપના 25 હજાર 833 નવા કેસ નોંધાયા છે. ગયા વર્ષે માર્ચ પછી પહેલીવાર, એક દિવસમાં આટલા બધા કેસ સામે આવ્યા છે. આ સિવાય રાજ્યમાં જાહેર સ્થળો માટે સરકારે નવા નિયમો પણ જાહેર કર્યા છે. આવી સ્થિતિમાં, જો તમે મહારાષ્ટ્રની યાત્રા વિશે વિચારી રહ્યા છો, તો આ બાબતોનું વિશેષ ધ્યાન રાખો.  RT-PCR ટેસ્ટના રિપોર્ટ વિના મુસાફરી કરનારાઓએ મુંબઈ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરવું ફરજિયાત રહેશે. તેની કિંમત 850 રૂપિયા હશે. મુસાફરો માટે RT-PCR ટેસ્ટના રિપોર્ટ પરીક્ષણ કેન્દ્ર ઉપલબ્ધ હશે. આવનારા મુસાફરોના પરીક્ષણ પરિણામો માટે તે 24 થી 48 કલાકનો સમય લેશે. જો કે, મુસાફરો જતા પરિણામ 8 થી 10 કલાકમાં આવશે. આ પરિણામો ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવશે.

  જેનો રિપોર્ટ નેગેટિવ તે મુસાફરો તેમની મુસાફરી ચાલુ રાખી શકશે, પરંતુ કોવિડ પોઝિટિવ મુસાફરોએ મુંબઇના ઇન્સ્ટિટ્યુશનલ ક્યુરેન્ટાઇનમાં જવું પડશે. બધા મુસાફરોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને સંપર્કથી તમામ માહિતી ઓથોરિટીને આપવાની રહેશે.
  Published by:kuldipsinh barot
  First published:March 19, 2021, 18:03 pm

  ટૉપ ન્યૂઝ