ઉદ્ધવ ઠાકરે ગઠબંધનના નેતા બન્યા, કહ્યું - સપનામાં પણ વિચાર કર્યો ન હતો કે CM બનીશ

News18 Gujarati
Updated: November 26, 2019, 11:07 PM IST
ઉદ્ધવ ઠાકરે ગઠબંધનના નેતા બન્યા, કહ્યું - સપનામાં પણ વિચાર કર્યો ન હતો કે CM બનીશ
ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરના રોજ સાંજે 5 કલાકે શિવાજી પાર્કમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે

ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરના રોજ સાંજે 5 કલાકે શિવાજી પાર્કમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે

  • Share this:
મુંબઈ :  એનસીપી, કૉંગ્રેસ અને શિવસેનાના ધારાસભ્યોની મળેલી બેઠકમાં ઉદ્ધવ ઠાકરે (Udhav Thackeray)ની મહાવિકાસ અઘાડી ગઠબંધનના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. આમ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. આ જાહેરાત પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે સંઘર્ષના દિવસે બાલાસાહેબની યાદ આવે છે. મુખ્યમંત્રી બનવા પર વિશે સપનામાં પણ વિચાર કર્યો ન હતો.

બેઠક દરમિયાન એનસીપી ચીફ શરદ પવારે (Sharad Pawar) શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મહાવિકાસ અઘાડીના નેતા જાહેર કર્યા છે. શરદ પવારે કહ્યું હતું કે આજે બાલાસાહેબ ઠાકરે હોત તો તેમને દિલથી ખુશી થઈ હોત. ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરના રોજ સાંજે 5 કલાકે શિવાજી પાર્કમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ દરમિયાન શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે આ મારો આદેશ છે અને તમારે તેને માનવો જ પડશે. ઉલ્લેખનીય છે કે ગઠબંધનની શરુઆતથી જ શરદ પવાર સતત ઉદ્ધવનું નામ મહાવિકાસ અઘાડીના નેતા તરીકે આગળ કરતા આવ્યા છે.

આ પણ વાંચો - OPINION: થપ્પડ ખાઈને પણ જે વિચલિત ન થાય તે શરદ પવાર છે

શિવસેના બીજેપી સાથે ગઠબંધનથી અલગ થયા પછી એનસીપી અને કૉંગ્રેસે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની કરી હતી. હવે શરદ પવારે ઔપચારિક રીતે તેની જાહેરાત પણ કરી દીધી છે.

ફડણવીસે શિવસેના પર કર્યા આકરા વાર

સીએમ પદ પરથી રાજીનામું આપ્યા પછી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, અમે આશા છે કે નવી સરકાર સારું કામ કરશે. અમે વિપક્ષના રૂપમાં પોતાનું કામ કરીશું. તેઓએ કહ્યુ કે, શિવસેના નેતા લાચારીમાં સોનિયા ગાંધીની સામે નતમસ્તક થઈ રહ્યા છે. તેઓએ કહ્યુ કે, ત્રણ પૈડાવાળી સરકાર ચલાવવી ઘણી મુશ્કેલ છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, શિવસેના તે વાયદાઓ લઈને જીદ પર ઉતરી હતી જે અમે ક્યારેય કર્યા નહોતા. ફડણવીસે કહ્યુ કે, બીજેપીએ પહેલા જ કહ્યું હતું કે તેઓ હૉર્સ ટ્રેડિંગ નહીં કરે. અમારી પર જે હૉર્સ ટ્રેડિંગના આરોપ લગાવે છે તઓ આખો તબેલો જ ખરીદી લે છે.
First published: November 26, 2019, 4:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading