Home /News /india /મહારાષ્ટ્રમાં વોટિંગ દરમિયાન ‘ભાજપાનો પ્રચાર’કરી રહેલા કૂતરાની ધરપકડ!

મહારાષ્ટ્રમાં વોટિંગ દરમિયાન ‘ભાજપાનો પ્રચાર’કરી રહેલા કૂતરાની ધરપકડ!

પ્રતિકાત્મક તસવીર

ચૂંટણી સમયે એક કુતરાના શરીર પર ભાજપનો પ્રચાર કરતા હોય તેવા સ્ટિકર્સ લગાવેલા હતા

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં મતદાનના માહોલમાં ઉત્તર મહારાષ્ટ્રના નંદુરબારમાં વિસ્તારમાં એક અજીબ ઘટના બની છે. ચૂંટણી સમયે એક કુતરાના શરીર પર ભાજપનો પ્રચાર કરતા હોય તેવા સ્ટિકર્સ લગાવેલા હતા. જેથી પોલીસે કુતરાની ધરપકડ કરી હતી.

નંદુરબારના નવનાથનગર વિસ્તારના રહેવાસી 65 વર્ષીય એકનાથ મોતીરામ ચૌધરી જ્યારે પોતાના કુતરા સાથે આંધરે હોસ્પિટલ પાસે સોમવારે બપોરે ફરી રહ્યા હતા. ત્યારે કુતરાના શરીર પર સ્ટિકર્સ જોવા મળ્યા હતા. આ સ્ટિકર્સ ઉપર ભાજપાનું ચૂંટણી ચિન્હ બનેલું હતું અને સાથે લખ્યું હતું કે ‘મોદી લાઓ, દેશ બચાવો’. આ જાણકારી એક સ્થાનીય પોલીસકર્મીએ આપી હતી.

આ પણ વાંચો - બિહાર: ગધેડા ઉપર બેસીને ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યો ઉમેદવાર

પોલીસે જણાવ્યું હતું કે મતદાન દરમિયાન પોલીસને આ પ્રકારની ફરિયાદ મળી હતી કે એક વ્યક્તિ કુતરા સાથે ફરી રહ્યો છે, કુતરાના શરીર પર ભાજપાના પક્ષમાં સ્ટિકર્સ ચોંટાડેલા છે. પોલીસે આ ફરિયાદ પર કાર્યવાહી કરતા એકનાથ ચૌધરી સામે આઈપીસીની કલમ 171-એ પ્રમાણે મામલો નોંધવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીએ એ પણ બતાવ્યું હતું કે નગરપાલિકાને કહેવાયું છે કે તે આ કુતરાને કસ્ટડીમાં લઈ લે.
First published:

Tags: Elections 2019, General elections 2019, Lok sabha election 2019, Maharashtra, ભાજપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો