સંસદમાં હવે શિવસેનાના સાંસદ વિપક્ષમાં બેસશે

News18 Gujarati
Updated: November 16, 2019, 8:28 PM IST
સંસદમાં હવે શિવસેનાના સાંસદ વિપક્ષમાં બેસશે
સૂત્રોના મતે રાજ્યસભામાં શિવસેનાના સાંસદ સંજય રાઉત અને અનિલ દેસાઇનું બેસવાનું સ્થાન બદલી જશે

બીજેપી સાથે સંબંધ તોડ્યા પછી હવે શિવસેના માટે ઘણા સમીકરણ બદલવાના છે

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રમાં (Maharashtra) શિવસેના (Shiv Sena), એનસીપી (NCP) અને કૉંગ્રેસ (Congress) સરકાર બનાવવા માટે આગળ વધી રહી છે. બીજેપી સાથે સંબંધ તોડ્યા પછી હવે શિવસેના માટે ઘણા સમીકરણ બદલવાના છે. સૂત્રોના મતે રાજ્યસભામાં શિવસેનાના સાંસદ સંજય રાઉત અને અનિલ દેસાઇનું બેસવાનું સ્થાન બદલી જશે. શિવસેનાના આ બંને સાંસદો હવે વિપક્ષની સાથે બેસશે. તેનું કારણ એનડીએથી શિવસેનાનું અલગ થવાનું બતાવવામાં આવી રહ્યું છે.

NDAની બેઠકમાં શિવસેના ભાગ લેશે નહીં
સંસદમાં 18 નવેમ્બરથી શરુ થનાર શીતકાલીન સત્રની પૂર્વ સંધ્યાએ રવિવારે દિલ્હીમાં થનારી એનડીએ ઘટક દળોની બેઠકમાં શિવસેના ભાગ ના લે તેવી સંભાવના છે. પાર્ટીના એક નેતાએ શનિવારે આ વાત કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ પછી મુખ્યમંત્રી પદને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.

આ પણ વાંચો - શું મહારાષ્ટ્રમાં નવું સમીકરણ બની રહ્યું છે? બીજેપીએ બહુ ઝડપથી સરકાર બનાવવાનો દાવો કર્યો

કૉંગ્રેસ, એનસીપી અને શિવસેના વચ્ચે નક્કી થઈ છે વાત
ઉદ્ધવ ઠાકરેના નેૃતૃત્વવાળી પાર્ટીએ સંભવિત ગઠબંધન સરકાર બનાવવા માટે પોતાના વૈચારિક હરિફ કૉંગ્રેસ અને એનસીપી સાથે ન્યૂનતમ સાઝા કાર્યક્રમની એક રુપરેખા તૈયાર કરી છે. ત્રણેય પાર્ટી સરકાર બનાવે તેવી સંભાવના છે.નોંધનીય છે કે મહારાષ્ટ્ર શિવસેના અને બીજેપી ગઠબંધન સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. બંનેએ 161 બેઠક જીતી હતી. આ રીતે કોઈ મુશ્કેલી વગર બંનેની સરકાર બની જતી હતી. પરંતુ શિવસેના અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની માંગ પર અડી ગઈ હતી. આ કારણે મહારાષ્ટ્રમાં સરકાર બની શકી ન હતી.
First published: November 16, 2019, 8:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading