અજીત પવારે મોડી રાત્રે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી

News18 Gujarati
Updated: November 24, 2019, 11:18 PM IST
અજીત પવારે મોડી રાત્રે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી
અજીત પવારે મોડી રાત્રે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી

અજીત પવારના પક્ષને 14 મંત્રાલયો મળી શકે છે. બીજેપી પહેલા 14 મંત્રાલયોની ઓફર શિવસેનાને આપી હતી

  • Share this:
મુંબઈ :મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા હજુ યથાવત્ છે. મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી અજીત પવારે મોડી રાત્રે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના મતે અજીત પવારને 25 ધારાસભ્યોનું સમર્થન હોવાની વાત સામે આવી રહી છે. અજીત પવારના પક્ષને 14 મંત્રાલયો મળી શકે છે. બીજેપી પહેલા 14 મંત્રાલયોની ઓફર શિવસેનાને આપી હતી.

બીજી તરફ એનસીપીએ પોતાના ધારાસભ્યોને હોટલ રેનસોમાંથી હોટલ હયાત મોકલી આપ્યા છે. એનસીપી ધારાસભ્ય જીતેન્દ્ર આવ્હાડે હોટલ રેનસામાં એક પોલીસ અધિકારીને લઈને હંગામો કર્યો હતો. પોલીસ અધિકારી વર્દીમાં ન હતો. વર્દીમાં ન હોવાના કારણે ધારાસભ્યએ પોલીસ અધિકારી ઉપર જાસુસી કરવાની શંકા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો -NCP ચીફ શરદ પવારે કહ્યું - અજીતનું નિવેદન ખોટું, BJP સાથે જવાનો સવાલ જ નથી

અજીત પવાર સાથે માનવામાં આવતા એનસીપી નેતા ધનંજય મુંડેએ મીડિયાને કહ્યું હતું કે હું પાર્ટીની સાથે છું. હું પવાર સાહેબની સાથે છું. કૃપા કરીને અફવા ન ફેલાવો.

અજીત પવારે પોતાના ટ્વિટર હેન્ડલનું સ્ટેટ્સ બદલી નાખ્યું છે. પહેલા પૂર્વ ડિપ્ટી સીએમ લખેલું હતું. હવે પોતાના ટ્વિટ બાયોમાં ‘મહારાષ્ટ્ર્ના ડિપ્ટી સીએમ’ કરી નાખ્યું છે.
First published: November 24, 2019, 11:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading