પૂણેમાં હિંસક બન્યું મરાઠા અનામત આંદોલન, IT કંપનીમાં ઘૂસ્યા પ્રદર્શનકારીઓ

અનામતથી માંગણીને લઈને બોલાવવામાં આવેલા મહારાષ્ટ્ર બંધ દરમિયાન કેટલાક ભાગોમાં હિંસાની ઘટના સામે આવી રહી છે

 • Share this:
  અનામતથી માંગણીને લઈને બોલાવવામાં આવેલા મહારાષ્ટ્ર બંધ દરમિયાન કેટલાક ભાગોમાં હિંસાની ઘટના સામે આવી રહી છે. મરાઠા પ્રદર્શનકારીઓએ લાતુર, જાલના, સોલાપુર અને બુલધાના જિલ્લામાં ઘણા સ્થળોએ ટ્રાફીક રોકી દીધો હતો અને તોડફોડ કરી હતી. બંધની સૌથી વધારે અસર પૂણેમાં જોવા મળી રહી છે. લોકલ રિપોર્ટ પ્રમાણે પ્રદર્શનકારીઓએ પૂણેમાં કેટલીક આઈટી ઓફિસની બિલ્ડિંગો પર પત્થરમારો કર્યો હતો અને કાચ તોડી નાખ્યા હતા. પ્રદર્શનકારીઓ એક આઈટી ઓફિસમાં ઘુસી ગયા હતા અને કર્મચારીઓને ધમકાવતા હતા અને ઘરે જવા માટે કહેતા હતા. જોકે મુંબઈમાં હિંસાના કોઈ સમાચાર આવી રહ્યા નથી.

  પૂણેના ચાંદનીચોકમાં પ્રદર્શનકારીઓને કાબુમાં લાવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયરગેસ છોડ્યો હતો. અફવાઓને રોકવા માટે પૂણે જિલ્લાના સાત તાલુકમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.

  મહારાષ્ટ્રમાં ગુરુવારે મરાઠા સમુહોના સંઘ સકલ મરાઠા સમાજે નવી મુંબઈને છોડીને આખા મહારાષ્ટ્રમાં બંધની ઘોષણા કરી હતી. તેમની માંગણી છે કે મરાઠા સમાજને અનામત આપવામાં આવે. આ બંધની અસર પૂણેમાં વધારે જોવા મળી રહી છે.

  પૂણેના જિલ્લાધિકારી ઓફિસમાં પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી હતી. ઘટનાનું કવર કરી રહેલા પત્રકારો સાથે પણ ખરાબ વર્તુણક કરવામાં આવી હતી. આઈટી ઓફિસના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે સંવેદનશીલ સ્થાનો પર રેપડ એક્શન ફોર્સની છ ટુકડીઓ મોકલવામાં આવી છે. આ સિવાય સીઆઈએસએફ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની એક-એક ટીમ મોકલવામાં આવી છે.
  Published by:Ashish Goyal
  First published: