મુંબઇમાં આત્મઘાતી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, ATSએ 3 શકમંદને ઝડપી પાડ્યા

News18 Gujarati
Updated: August 11, 2018, 12:35 PM IST
મુંબઇમાં આત્મઘાતી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, ATSએ 3 શકમંદને ઝડપી પાડ્યા
મહારાષ્ટ્ર એટીએસના મોટા ઓપરેશનને અંજામ આપતા ત્રણ શંકાશીલ આતંકીઓને પાલઘર અને પુણેમાંથી ઝડપી પાડ્યા છે.

  • Share this:
વિવેક ગુપ્તા

મહારાષ્ટ્ર એટીએસના મોટા ઓપરેશનને અંજામ આપતા ત્રણ શકમંદ આતંકીઓને પાલઘર અને પુણેમાંથી ઝડપી પાડવામાં આવ્યાં છે. પકડાયેલ આતંકી દક્ષિણપંથી હિંદુ સંગઠનના સભ્યો ગણાવવામાં આવે છે. એટીએસનો દાવો છે કે આ સંદિગ્ધ મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતાં. એટીએસએ તેમની પાસેથી દેશી બોમ્બ સહિત ભારે માત્રામાં વિસ્ફોટ સામગ્રી પણ ઝડપી પાડી છે.

મુંબઇ સાથેના નાલાસોપારાના રહેવાસી 40 વર્ષના વૈભવ રાઉતના ઘર પર એટીએસની ટીમે ગુરૂવારે મોડી રાતના રોજ દરોડા પાડ્યા હતાં. અહીંયા વિસ્ફોટક સામગ્રી જપ્ત કર્યા પછી વૈભવ રાઉત અને 25 વર્ષના શરદ કાલસ્કરની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સાથે પૂછપરછ કર્યા પછી 39 વર્ષના સુધનવા ગોંઘાલેકરને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.

એટીએસ પ્રમાણે 7 ઓગસ્ટના રોજ સૂચના મળી હતી કે કેટલાક આતંકી મુંબઇ, પુણે, સતારા, સોલાપુર અને નાલાસોપારામાં આત્મઘાતી હુમલો કરી શકે છે. એટીએસને શંકાશીલ આરોપીનો નંબર પણ મળી ગયો હતો. જેના આધારે આરોપીના નાલાસોપારા સ્થિત ઘર અને દુકાનમાં દરોડા પાડવામાં આવ્યાં.

નાલાસોપારા વેસ્ટના ભંડાર આલીમાં રાઉતના ઘર અને દુકાન પર દરોડામાં 20 દેસી બોમ્બ, બે જિલેટીન છડ, 22 નોન ઇલેક્ટ્રોનિક ડેટોનેટર, 150 ગ્રામ વિસ્ફોટક પાઉડર, ઝેરની બે બોટલ, બેટરી વગેરે સામાન મળ્યાં. જપ્ત સામગ્રી ફોરેન્સિક સાઇંસ લેબોરેટરી મોકલવામાં આવી છે.

એટીએસ પ્રમુખ અતુલચંદ્ર કુલકર્ણીએ કહ્યું, 'રાજ્યમાં કેટલાક સ્થાનો પર ગરબડી ફેલાવવાનું ષડયંત્ર અંગે સૂચના મળ્યાં પછી એટીએસને આરોપીઓને પકડ્યા. અમને એ પણ જાણકારી મળી હતી કે રાઉત નાલાસોપારામાં હિંદૂ ગૌવંશ રક્ષા સમિતિનું સંચાલન કરે છે. 'એટીએસ તપાસ કરી રહી છે કે શું તેઓ આ મહિને બકરી ઇદના પહેલા કોઇ આતંકવાદી હુમલા કરવાનું ષડયંત્ર કરી રહી હતી. એટીએસે ત્રણેવને આઇપીસીની કલમ 120 બી, વિસ્ફોટક કાયદાના પ્રાવધાનોની સાથે ગેરકાયદેસર ગતિવિધિ કાયદાની કલમ 16, 18 અને 20 અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે.
First published: August 11, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading