નવી દિલ્હી : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Elections 2019)ના પરિણામો પછી ભલે એનસીપી-કૉંગ્રેસ (NCP-Congress) ગઠબંધનને નિરાશા હાથ લાગી હોય પણ એનસીપી સુપ્રીમો શરદ પવારે (Sharad Pawar) આ ચૂંટણીમાં પોતાનો દમ દેખાડી દીધો છે. એનસીપી-કૉંગ્રેસની અંદર પણ નાના ભાઈ બનીને રહેનારા શરદ પવાર આ ચૂંટણીમાં મોટા ભાઈની ભૂમિકામાં સામે આવ્યા છે.સાથે સતારા વિધાનસભા સીટ જીતીને એ પણ બતાવી દીધું કે 79 વર્ષની ઉંમરમાં પણ હજુ ઘણો દમ છે.
શરદ પવારના દમને પ્રદર્શિત કરવા માટે શનિવારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મોટા-મોટા હોર્ડિંગ્સ લાગ્યા છે. જેમાં લખ્યું છે કે બાપ, બાપ હોતા હૈ. આ જ પ્રકારના પોસ્ટર શુક્રવારે સતારામાં પણ લગાવ્યા હતા. આ પોસ્ટર મહારાષ્ટ્રમાં ચર્ચાનો વિષય બનેલા છે. રાષ્ટ્રવાદી યુવા કૉંગ્રેસે આ પોસ્ટરો લગાવ્યા છે.
જાણકારોના મતે એનસીપી અધ્યક્ષ શરદ પવારે આ વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની જનતાના મન જીતી લીધા છે. આસાન લાગી રહેલી બીજેપી-શિવસેના ગઠબંધનની જીતને શરદ પવારે પડકાર આપ્યો હતો. 79 વર્ષના પવારે એકલા હાથે પાર્ટીના પ્રચારની જવાબદારી પોતાના ખભા ઉપર સંભાળી હતી.
મહારાષ્ટ્રની રાજનીતિને સમજનારા માને છે કે જ્યાં એક તરફ કૉંગ્રેસના મોટા ચહેરા પણ પોત-પોતાની વિધાનસભામાં જ રહ્યા હતા. ત્યારે શરદ પવારે આખા મહારાષ્ટ્રમાં ફરીને સૌથી વધારે 57 સભાઓ કરી હતી. જેના કારણે 104માંથી 54 સીટો ઉપર એનસીપીના ઉમેદવારને જીત મળી છે.
આ વખતે બીજેપી-શિવસેના ગઠબંધન કરીને ચૂંટણીમાં ઉતરી હતી. જોકે ગત વખતની ચૂંટણીમાં આ વખતે 20 સીટોનું નુકસાન થયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર