મહારાષ્ટ્ર : કોમન મિનિમમ પ્રોગ્રામ જાહેર, ખેડૂતોને મળશે મોટી રાહત

News18 Gujarati
Updated: November 28, 2019, 5:16 PM IST
મહારાષ્ટ્ર : કોમન મિનિમમ પ્રોગ્રામ જાહેર, ખેડૂતોને મળશે મોટી રાહત
શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીએ કોમન મિનિમન પ્રોગ્રામની જાહેરાત કરી

મહારાષ્ટ્રમાં શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીએ કોમન મિનિમન પ્રોગ્રામની જાહેરાત કરી

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રમાં સરકાર બનતા પહેલા શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીએ કોમન મિનિમન પ્રોગ્રામની જાહેરાત કરી હતી. કોમન મિનિમન પ્રોગ્રામમાં ખેડૂતોને તાત્કાલિક સહાયતા અને દેવા માફીની વાત સામેલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મહા વિકાસ અઘાડી (એનસીપી-કૉંગ્રેસ-શિવસેના ગઠબંધન) સરકારના કોમન મિનિમન પ્રોગ્રામમાં સ્વાસ્થ્ય, ઉદ્યોગ, ખેડૂત, રોજગાર, શિક્ષા, શહેરી વિકાસ, પર્યટન, કલા, સંસ્કૃતિ અને મહિલાઓના મુદ્દે કામ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે.

મહાવિકાસ અઘાડીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સરકાર સમાજના બધા વર્ગોને સાથે લઈને આગળ વધશે. મહારાષ્ટ્રની જનતા માટે કામ કરશે. અમારી સરકાર બધા ધર્મ, જાતિ, પંથના લોકોના વિકાસ માટે કામ કરશે. રાજ્યના લોકોને નોકરીમાં 80 ટકા અનામત આપવાનો કાયદો લાવવામાં આવશે. સરકારી વિભાગોમાં ખાલી પડેલા પદોવે તાત્કાલિક ધોરણથી ભરવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી પદે શપથગ્રહણ પછી આજે રાત્રે પ્રથમ કેબિનેટ બેઠક યોજાશે.

આ પણ વાંચો - મહારાષ્ટ્રમાં BJPની સરકાર બનવાની ઇનસાઇટ સ્ટોરી, રાહુલ ગાંધીની જિદને કારણે બગડી હતી બાજી


પ્રેસ કોન્ફરન્સમાં શિવસેનાના એકનાથ શિંદેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ખેડૂતો સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. અમારી સરકાર તેના કલ્યાણ માટે કામ કરશે. અમારી કેબિનેટ મિટિંગમાં નૈનાર રિફાઇનરી પ્રોજેક્ટ અને બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના મુદ્દા પર ચર્ચા થશે.
First published: November 28, 2019, 4:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading