મધ્યપ્રદેશમાં સરપંચના ઘર પાસેથી બાઇક ચલાવીને નીકળતાં દલિત યુવાનને માર માર્યો

News18 Gujarati
Updated: June 25, 2018, 5:48 PM IST
મધ્યપ્રદેશમાં સરપંચના ઘર પાસેથી બાઇક ચલાવીને નીકળતાં દલિત યુવાનને માર માર્યો
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
દેશમાં દલિત અત્યાચાર રોકાવાનું નામ લેતો નથી. મધ્યપ્રદેશનાં એક ગામમાં સરપંચના ઘર પાસેથી દલિત યુવાન બાઇક લઇને નીકળતા તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટના મધ્યપ્રદેશનાં તિકમગઢ જિલ્લામાં બની હતી. મહત્વની વાત એ છે કે, દલિત યુવાનને ગામનો સરપંચ માર મારે છે એ વીડિયોમાં દેખાય છે. સરંપચ દલિત યુવાનને માર મારતા દેખાય છે અને તેને હડધૂત પણ કરે છે વીડીયોમાં અન્ય ચાર વ્યકિતઓ પણ દેખાય છે. આ ઘટના 21 જૂનના રોજ બની હતી અને ઘટના બન્યા પછીના બે દિવસ બાદ આ વીડિયો વાયરલ થયો હતો.
આ પછી દલિત યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આ ગૂનામાં ગામના સરપંચ, તેના ભાઇ અને બે પાડોશીઓની ધરપકડ પણ કરી લીધી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, દયારામ આહિરવાર નામના દલિત યુવાને તેની ફરિયાદમાં આરોપ કર્યો હતો કે, ધરમપુર ગામના સરપંચ હેંમત કુર્મીએ તેને કહ્યુ કે, તેણે તેના ઘરની બાજુમાંથી નીકળે ત્યારે બાઇક ચલાવવું નહી પણ નીચે ઉતરીને હાથેથી ખેંચીને પસાર થવું.

તેણે એમ પણ કહ્યું કે, હેંમતના ભાઇઓ વિનોદ કુર્મી, મુન્નુ કુર્મી અને અનિરુદ્ધ કુર્મી અને પાડોશીઓએ તેને મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

આ પહેલા, મે મહિનામાં રાજસ્થાનનાં ભિલવારા જિલ્લામાં એક દલિત વરરાજાને ઘોડા પરથી ઉતારી દેવાતા પોલીસે સાત લોકોની ધરપકડ કરી હતી. ગુજરાતમાં પણ આવી કેટલીક ઘટનાઓ બની હતી. જેમાં દલિત યુવાનોએ તેમના નામની પાછળ સિંહ લખાવતા તેમને માર મારવામાં આવ્યો હતો.
First published: June 25, 2018, 5:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading