ત્યારે માધુરી દિક્ષિતે અટલજીને ગુલાબજાંબુ ખાતા રોક્યા હતાં, રસપ્રદ કિસ્સો

News18 Gujarati
Updated: August 17, 2018, 3:25 PM IST
ત્યારે માધુરી દિક્ષિતે અટલજીને ગુલાબજાંબુ ખાતા રોક્યા હતાં, રસપ્રદ કિસ્સો

  • Share this:
અટલ બિહારી વાજપેયી ખાવાનાં ઘણાં શોખીન હતા. જમવાની તેમની દિવાનગી એટલી વધારે હતી કે એકવાર ભોજન કાર્યક્રમ દરમિયાન તેમનું ગુલાબ જાંબુ તરફ ઘ્યાન ન જાય તે માટે તેમના સહયોગીઓએ ત્યાં બોલિવૂડ હસીના માધુરી દિક્ષિતને તહેનાત કરવામાં આવી હતી. વાજપેયીનો ખાવાનો શોખ તેમની નજીકનાં સહયોગીઓ અને પત્રકારોમાં ચર્ચાનો વિષય હતો. ખાસ કરીને મિઠાઇઓ અને સી-ફૂડ જેમાં ઝિંગા તેમને ઘણાં જ પસંદ હતા.

વરિષ્ઠ પત્રકાર રાશિદ કિદવઈ આ કિસ્સો યાદ કરતા જણાવે છે કે, “વડાપ્રધાન હતા ત્યારે વાજપેયીએ એક વખત ભોજન દરમિયાન સખત મનાઈ હોવા છતા વાજપેયી જમવાના કાઉન્ટર તરફ ગયા હતા, જ્યાં મિઠાઈઓ પણ હતી. ત્યારબાદ તેમના સહયોગીઓએ યોજના બનાવીને ત્યાં હાજર માધુરી દીક્ષિત સાથે તેમને મળાવ્યા. ફિલ્મોનાં શોખીન વાજપેયી જમવાની વાતો ભૂલીને ફિલ્મોની વાતો કરવા લાગ્યા. આ દરમિયાન તેમના સહયોગીઓએ તેમની લાઇનમાંથી મિઠાઈઓ હટાવી દીધી હતી.”

વાજપેયી સાથે કામ કરી ચુકેલ નૌકરશાહ કહે છે કે, તે જ્યાં પણ જતા હતાં તે ત્યાંના સ્થાનિક ભોજન ખાવા પર વધારે જોર આપતા હતાં. કોલકત્તાના પુચકા, હૈદરાબાદમાં બિરયાની અને હલીમ અને લખનઉમાં ગલાવટી કબાબ તેમને ઘણાં જ ભાવતાં. તેઓ મોટેભાગે ચાટ મસાલાની સાથે ભજીયા અને મસાલા ચા ખાવાના શોખીન હતાં.
First published: August 17, 2018, 3:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading