રાજધર્મ નિભાવવાની સલાહ છતા મોદીને કેમ ન હટાવવામાં આવ્યા?: RSS દિગ્ગજ

News18 Gujarati
Updated: August 17, 2018, 3:33 PM IST
રાજધર્મ નિભાવવાની સલાહ છતા મોદીને કેમ ન હટાવવામાં આવ્યા?: RSS દિગ્ગજ
2002માં ગુજરાતમાં ગોધરાકાંડ પછી હિંસા ભડકી હતી. જેમાં સેકડો લોકો માર્યા ગયા હતા. વાજપેયી તે દિવસો દરમિયાન કેન્દ્રમાં ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા
News18 Gujarati
Updated: August 17, 2018, 3:33 PM IST
(ઇરમ આગા)

આરએસએસના વરિષ્ઠ નેતા મદન દાસ દેવીનું કહેવું છે કે સ્થિતિ જ કાંઈક એવી હતી કે નરેન્દ્ર મોદીને અટલ બિહારી વાજપેયી દ્વારા રાજધર્મ નિભાવવાની સલાહ આપ્યા છતા તેમને હટાવવા આસાન ન હતા. મદન દાસ દેવી તે સમયે એનડીએ અને બીજેપી વચ્ચે મીડિએટરની જેમ કામ કરતા હતા.

2002માં ગુજરાતમાં ગોધરાકાંડ પછી હિંસા ભડકી હતી. જેમાં સેકડો લોકો માર્યા ગયા હતા. વાજપેયી તે દિવસો દરમિયાન કેન્દ્રમાં ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા. જ્યારે ગુજરાતની સત્તા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હાથમાં હતી. તે સમયે ગુજરાત સરકારે જે રીતે પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો તેનાથી વાજપેયી ખુશ ન હતા. જોકે તે સમયે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ખુરશી પાર્ટી અને આરએસએસ બંનેના સમર્થનથી બચી ગઈ હતી.

મદન દાસ દેવીએ વાજપેયીના રાજધર્મનું પાલન કરવાની સલાહ પર ન્યૂઝ 18 ને કહ્યું હતું કે અટલ જી હંમેશા ઇચ્છતા હતા કે લોકો નિયમ ન તોડે, સાથે કાયદાનો ભંગ ન કરે. પણ ગુજરાતમાં પરિસ્થિતિઓ એવી હતી કે તેમની ભલામણોને લાગુ કરવી સંભવ ન હતી.

આરએસએસમાં રહેતા મદન દાસ દેવીએ દશકો સુધી વાજપેયી અને અડવાણી સાથે મળીને કામ કર્યું હતું. જ્યારે વાજપેયી પ્રધાનમંત્રી હતા ત્યારે મદન દાસ દેવી આરએસએસના મહાસચિવ હતા.

મદન દાસ દેવી તે સમયે સાર્વજનિક જીવનમાં સક્રિય ન હતા. તેમણે તે સમયને યાદ કરતા કહ્યું હતું કે અમે નિર્ણય કર્યો હતો કે મોદી જે પહેલા પાર્ટીના સંગઠનાત્મક મહાસચિવના રૂપમાં કામ કરી રહ્યા હતા. તેમને ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં મોકલવામાં આવે.
Loading...

દેવીએ વાજપેયીને યાદ કરતા કહ્યું હતું કે તે મોટા દિલના હતા. તે રાષ્ટ્ર હિતમાં વિપક્ષને સાથે લઈને ચાલતા હતા. તે ઘણા મિલનસાર હતા. તેમને મળવા માટે ક્યારેય કોઈ પરેશાની થઈ ન હતી

વાજપેયી સરકાર અને આરએસએસ વચ્ચે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને હંમેશા વિવાદ રહ્યો હતો. દેવીએ ન્યૂઝ 18ને કહ્યું હતું કે તે બધાને સાથે લઈને ચાલવામાં સક્ષમ હતા. રામ મંદિરના મુદ્દા પર તેમણે કહ્યું હતું કે તે સીમાઓમાં રહીને કામ કરી શકે છે. સંઘ રામ મંદિર ઇચ્છે છે પણ અમે દરેકની સહમતિ વગર કશું કરી શકીએ નહીં.
First published: August 17, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...