લખનઉ: હાઇકોર્ટનાં કડક વલણ બાદ હવે ઉત્તર પ્રદેશમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડ સ્પીકર પર લગામ લાવવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. યૂપી સરકારએ આ તરફથી જાહેર કરવામાં આદેશ મુજબ, ધાર્મિક સ્થળો પર વગર પરવાનગીએ લાગેલ લાઉડ સ્પિકર હટાવવામાં આવશે.
રાજ્ય સરકારે કોર્ટનાં આદેશનો હવાલો આપતા તમામ જિલ્લા પ્રશાસનને પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તમામ ધાર્મિક સ્થળોનાં લાઉડસ્પીકર માટે 15 જાન્યુઆરી સુધીની અનુમતિ લેવામાં આવે. તે બાદ વગર અનુમતિવાળા લાઉડસ્પીકર હટાવી દેવામાં આવશે. આદેશ અનુસાર, જિલ્લા પ્રશાસનને 20 જાન્યુઆરી સુધી આ મામલે રિપોર્ટ આપવી પડશે.
ખરેખરમાં ઇલાહાબાદ હાઇકોર્ટે લખનઉ ખંડપીઠને ડિસેમ્બરમાં ધર્મસ્થળો પર વાગતા લાઉડસ્પીકર પર સખત નારાજગી વ્યક્ત કરતાં સરકારી અધિકારીઓને ફટકાર લગાવી હતી. કોર્ટે આ મામલે સંબંધિત અધિકારીઓને અલગ અલગ સોગંદનામુ દાખલ કરવાનો પણ આદેશ આપ્યો હતો.
વરિષ્ઠ વકિલ મોતીલાલ યાદવે અરજી દાખલ કરીને સરકારને મસ્જિદ, મંદિર, ચર્ચ અને ગુરુદ્વારાઓ જેવા ધર્મસ્થળોનાં લાઉડસ્પીકર હટાવવાં નિર્દેશ જાહેર કર્યા છે. આ સુનાવણી કરતા સમયે જસ્ટિસ વિક્રમ નાથઅને જસ્ટિસ અબ્દુલ મોઇનની ખંડપીઠે ખુબજ સખત શબ્દોમાં સવાલ કર્યા હતાં કે, શું ઓફિસર બહેરા છે. કોર્ટે કહ્યું કે, પ્રમુખ સચિવ ગૃહ સિવિલ સેક્રેટેરિયટ અને યૂપી પ્રદુષણ કંટ્રોલ બોર્ડનાં
ચેરમેને છ અઠવાડિયાની અંદર અલગ-અલગ વ્યક્તિગત સોંગદનામું આપીને જણાવશે કે ધ્વનિ પ્રદુષણ રોકવા માટે તેમણે શું પગલાં લીધા છે. જે ઓફિસર જવાબ દાખલ ન કરી શકે તેમણે આ સ્થિતિમાં હાઇકોર્ટમાં આગલી સુનવણી પર એટલેકે 1 ફેબ્રુઆરી 2018એ રજુ થવું પડશે.
કોર્ટે કહ્યું કે,
શું ધર્મસ્થળો પર લગાવવામાં આવેલાં લાઉડ સ્પીકર માટે પ્રશાસન પાસે લેખિતમાં અનુમતિ લેવામાં આવી છે? જો ના તો આ લાઉડસ્પીકરને હટાવવા શું પગલાં લેવામાં આવ્યાં?
પરવાનગી વગર આ ધર્મસ્થળો પર લાઉડ સ્પિકર લગાવવામાં આવ્યા તો તે અધિકારીઓ પર કેમ કોઇ એક્શન લેવામાં ન આવ્યાં?
સરાકર જણાવે કે અત્યારસુધીમાં કેટલાં લાઉડસ્પીકરને ધર્મસ્થળોથી હટાવવામાં આવ્યાં? જેમની પાસે પરવાનગી ન હતી.
તે ધાર્મિક યાત્રાઓ અને જુલુસો પર પણ કાર્યવાહી થઇ હતી જે દિવસ-રાત વાજતા ગાજતા મોટા અવાજ સાથે નીકળ્યા હોય, તેમાં જાન પણ શામેલ છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર