ઉત્તરપ્રદેશ: મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથના નિવાસસ્થાન આસપાસ સેલ્ફી લીધી તો તમારે જેલની હવા ખાવી પડશે. બુધવાર સાંજે સીએમના નિવાસસ્થાન 5 કાલિદાસ માર્ગ પરથી પસાર થતાં રસ્તાઓ પર એક બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આ VIP વિસ્તારમાં ફોટો અથવા સેલ્ફી લેવી પ્રતિબંધત છે. અને જો સેલ્ફી કે ફોટો લેતા પકડાશે તો તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ બોર્ડની તસવીર વાયરલ થતાં જ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવએ પોલીસની કાર્યવાહી પર મજાક કરતા ટ્વિટ કર્યું છે. જેમાં લખવામા આવ્યું છે કે 'નવા વર્ષે લોકોને ઉત્તર પ્રદેશની સરકાર તરફથી ભેટ, સેલ્ફી લેવા પર લાગી શકે છે UPCOCA'
नए साल में जनता को उत्तर प्रदेश सरकार का तोहफा, सेल्फी लेने पर लग सकता है यूपीकोका!
મહત્વનું છે કે યુપી પોલીસે જ્યાં બોર્ડ લગાવ્યુ છે તેને માયાવતીના શાસનકાળમાં બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ રસ્તા પર સામાન્ય જનતાને આવવા-જવા પર પ્રતિબંધ હતો. અખિલેશ યાદવ મુખ્યમંત્રી બનતા જ આ રોડ સામાન્ય લોકો માટે ખોલી દેવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર