લખનઉ શૂટઆઉટઃ કોન્સ્ટેબલે ડિવાઇડર પર ઉભા રહીને ગોળી માર્યાનો ખુલાસો

પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરી પત્ની રાખી સાથે.

પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પ્રમાણે વિવેક પર ચલાવવામાં આવેલી ગોળી ઉપરથી નીચે તરફ ચાલી હતી. એટલે કે ફાયર કરનાર વ્યક્તિ ઊંચાઈ પર ઉભો હતો.

 • Share this:
  લખનઉઃ 29 સપ્ટેમ્બરના રોજ રાત્રે ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં એપલના એરિયા સેલ્સ મેનેજરની ગોળી મારીને વિવેક તિવારી નામના વ્યક્તિની હત્યા કરી નાખી હતી. આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સાક્ષીઓના નિવેદન બાદ જે હકીકત સામે આવી રહી છે તે બાદ પોલીસની થિયરી અંગે અનેક શંકા ઉભી થાય છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે વિવેકને ગોળી કોઈ ઊંચી જગ્યાએથી મારવામાં આવી હતી. વિવેક તિવારીની પૂર્વ સહકર્મી સનાનું કહેવું છે કે આરોપી કોન્સ્ટેબલે દોઢ ફૂટ ઊંચા ડિવાઇડર પર ઉભા રહીને ગોળી મારી હતી.

  હકીકતમાં, લખનઉ શૂટઆઉટ પછી મામલાને દબાવવાનો પ્રયાસ કરતા પોલીસે એવી થિયરી રજૂ કરી હતી કે વિવેકે પોલીસ કોન્સ્ટેબલ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં તેણે પોતાના રક્ષણ માટે વિવેક પર ગોળી ચલાવી હતી. ગોળી વાગવાને કારણે તેનું મોત થઈ ગયું હતું. પરંતુ પૂર્વ સહકર્મીના નિવેદન અને પોસ્ટમોર્ટ રિપોર્ટ બાદ લખનઉ પોલીસનું સફેદ જુઠ્ઠાણું પકડાઈ ગયું છે.

  આ પણ વાંચોઃ વિવેક તિવારી હત્યા કેસઃ યુપી પોલીસના દાવાની ખુલી પોલ, સામે આવ્યા CCTV ફૂટેજ

  પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ સાક્ષીઓ અને સહકર્મીના નિવેદન સાચા સાબિત થયા છે. સનાએ સોમવારે આપેલા નિવેદનમાં કહ્યું હતું કે જે કોન્સ્ટેબલે વિવેક પર ફાયરિંગ કર્યું હતું કે તે ડિવાઇડર પર ઉભો હતો. તેણે સામેથી આવી રહેલી કાર પર ગોળી ચલાવી હતી. કોન્સ્ટેબલના જીવને કોઈ જોખમ હતું જ નહીં.

  આ પણ વાંચોઃ લખનઉ શૂટઆઉટઃ સીએમ યોગીએ મૃતક વિવેકની પત્ની સાથે વાત કરી

  પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે વિવેક પર ચલાવવામાં આવેલી ગોળી ઉપરથી નીચે તરફ ચાલી હતી. એટલે કે ફાયર કરનાર વ્યક્તિ ઊંચાઈ પર ઉભો હતો. તેણે સીધી ગોળી ચલાવી ન હતી, પરંતુ ફાયરિંગ કરતી વખતે તેનો હાથ નીચે તરફ નમેલો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગોળી વિવેકની દાઢી પર વાગી હતી અને નીચે જતાં ગળાના ભાગમાં ફસાઈ ગઈ હતી.

  આ પણ વાંચોઃ લખનઉ શૂટઆઉટ: 'અંકલ પ્લીઝ ગોલી ન મારના,' પોસ્ટર્સ વાયરલ

  29 સપ્ટેમ્બરના રોજ રાત્રે 2:05 વાગ્યે વિવેકને લોહિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. રાત્રે 2:25 વાગ્યે વિવેકનું મોત થઈ ગયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આર્મ ઈજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, ગોળી વાગવા છતાં પોલીસે અકસ્માતની થિયરી આપી હતી. 3:30 વાગ્યે વિવેકની પત્ની હોસ્પિટલમાં પહોંચી ગઈ હોવા છતાં 4:57 વાગ્યે સના પાસેથી પ્રથમ એફઆઈઆર દાખલ કરાવવામાં આવી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: