લખનઉ શૂટઆઉટઃ આરોપી કોન્સ્ટેબલના ગામ લોકોએ કહ્યું, 'પ્રશાંત ગોળી ન મારી શકે'

પ્રશાંત ચૌધરી પત્ની સાથે

પ્રશાંતના ઘરે હાલ તાળું લાગેલું છે. પરિવારના તમામ લોકો લખનઉમાં હાજર છે. ગામમાં તેના ઘરની બહાર સન્નાટો છવાયેલો છે. લોકો એવું જ કહી રહ્યાં છે કે આ છોકરો આવો ન હતો.

 • Share this:
  લખનઉઃ 28-29 સપ્ટેમ્બરની રાત્રે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં માર્યા ગયેલા એપલના એરિયા મેનેજર વિવેક તિવારીની હત્યાના આરોપી પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરીને તેના પૈતૃક ગામના લોકો નિર્દોષ ગણાવી રહ્યા છે. બુલંદશહેરના જટપુરા ગામના નિવાસી પ્રશાંત ચૌધરીના પરિવારજનો હાલ પુત્રના કેસની પેરવીને લઈને લખનઉમાં છે. પરંતુ તેના પાડોશીઓ અને મિત્રો કહે છે કે બાળપણથી તેની વાણી અને વ્યવહાર સારો હતો. મિત્રો કહે છે કે તે દબંગ જરૂર હતો, પરંતુ હત્યારો ન હોઈ શકે.

  ન્યૂઝ18 સાથે વાતચીત કરતા તેના પાડોશી રાજુએ કહ્યું કે, "હું પ્રશાંતને બહું સારી રીતે ઓળખું છું. તે અમારા ગામનો છે. તેના પર આજ દિવસ સુધી કોઈ આરોપ નથી લાગ્યો. લખનઉ શૂટઆઉટની વાત કરવામાં આવે તો ફરજ દરમિયાન શું થયું હશે તેના વિશે હું કંઈ જ ન કહી શકું."

  અન્ય એક પાડોશી વૃદ્ધા રાની દેવીએ કહ્યું કે, "મારી ઉંમર 70 વર્ષની છે. મેં તેને મારી નજર સામે મોટો થતાં જોયો છે. આ એવો છોકરો નથી. ખેડૂત પુત્ર છે, તેનો આખો પરિવાર ખૂબ જ શાંત અને સભ્ય છે. પ્રશાંતે ભણીગણીને નોકરી મેળવી છે. હવે તેના નસીબમાં શું લખાયું છે તેની મને ખબર નથી."

  પ્રશાંતના ઘરે હાલ તાળું લાગેલું છે. પરિવારના તમામ લોકો લખનઉમાં હાજર છે. ગામના તેના ઘરની બહાર સન્નાટો છવાયેલો છે. લોકો એવું જ કહી રહ્યાં છે કે આ છોકરો આવો ન હતો. કેમ આવું થયું હશે? કેવી રીતે ગોળી મારી દીધી? કંઈ જ ખબર નથી.

  જોકે, પાડોશીઓ જેવો દાવો કરી રહ્યા છે તેનાથી અલગ જ પ્રકારની પ્રશાંત ચૌધરીની બે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તેની દબંગાઈ નજરે પડી રહી છે. આમાંથી એક તસવીર 2016ના વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તસવીરમાં પ્રશાંત ચૌધરી એસએસપીની ખુરશીમાં બેઠેલો નજરે પડી રહ્યો છે. આ તસવીર બુલંદશહેર સ્થિત પોલીસ લાઇનના કોન્ફરન્સ હોલની છે. હત્યાકાંડ બાદ આ તસવીર વાયરલ કરવામાં આવી હતી. જોકે, આ અંગે બુલંદશહેર પોલીસે મૌન સેવી લીધું છે.
  Published by:Vinod Zankhaliya
  First published: