પિતાએ પુત્રને ભરવી પડશે સલામ, છતાં ગજગજ ફૂલે છે તેમની છાતી!

જનાર્દનસિંઘ, અનૂપસિંઘ (પિતા-પુત્ર)

લખનઉના પોલીસ કોન્સ્ટેબલ જનાર્દનસિંઘે જ્યાં તહેનાત હતાં ત્યાં જ તેના પુત્રને ઉપરી અધિકારી તરીકે બદલી મળી.

 • Share this:
  લખનઉઃ 'હું મારા પુત્રને સલામ ભરીશ." ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના એક પોલીસ કોન્સ્ટેબલ જનાર્દનસિંઘના આ શબ્દો છે. જનાર્દનસિંઘના પુત્રની તાજેતરમાં જ લખનઉ-નોર્થના એસપી તરીકે નિમણૂક થઈ છે. આ જ જગ્યાએ તેના પિતા પણ તહેનાત છે. એટલે હવે એક પિતા તેના પુત્રના માર્ગદર્શન અને આદેશ હેઠળ કામ કરશે. અનૂપસિંઘે રવિવારે જ ચાર્જ સંભાળ્યો છે. અનૂપસિંઘની દેખરેખ હેઠળ આવતા વિભૂતી ખંડ પોલીસ સ્ટેશન ખાતે તેમના પિતા હાલ ફરજ બજાવી રહ્યા છે.

  આ અંગે વાતચીત કરતા જનાર્દનસિંઘ પોતાની લાગણીઓને રોકી શક્યા ન હતા. તેમણે કહ્યું કે, "મારા ઉપરી અધિકારી તરીકે મારો પુત્ર હોવાનું મને ગૌરવ છે. આ મારે માટે સન્માનની વાત છે. મને તેની નીચે કામ કરવાનો અનેરો આનંદ છે."

  જનાર્દનસિંઘે કહ્યું કે, પ્રોટોકોલ પ્રમાણે ફરજ દરમિયાન તેઓ જ્યારે પણ તેના પુત્રને મળશે ત્યારે તેઓ તેને સલામ ભરશે. પોલીસકર્મી તરીકે અનૂપ મારા કરતા વધારે કડક છે.


  અનૂપસિંઘની તાજેતરમાં જ ઉત્તર પ્રદેશા ઉન્નાવથી લખનઉ ખાતે બદલી થઈ છે. પોતાના પિતા વિશે વાતચીત કરતા અનૂપસિંઘ જણાવે છે કે, તેઓ તેમના પિતા પાસેથી ઘણું શીખ્યા છે. સાથે કામ કરવાના સમાચાર જાણીને તેઓ ખૂબ ખુશ થયા હતા. અમારા વ્યક્તિગત સંબંધોની અસર અમારા વ્યવસાયિક જીવન પર બિલકુલ નહીં પડે.

  આ પણ વાંચોઃ પિતા રાજકોટમાં ચલાવે છે કરિયાણાની દુકાન, દિવ્યાંગ પુત્રને મળ્યું 18 લાખનું પેકેજ

  અનૂપસિંગે જણાવ્યું કે, "દરેકને પોતાનું વ્યક્તિગત અને પ્રોફેસનલ જીવન હોય છે. અમને અમારી લાયકાત પ્રમાણે જે કામ સોંપવામાં આવ્યું છે તે બખૂબી કરીશું."

  અનૂપસિંઘએ જનાર્દનસિંઘ અને તેમની પત્ની કંચનનું એકમાત્ર સંતાન છે. પુત્રની ઘરઆંગણે બદલી થઈ હોવાથી પરિવાર ખૂબ ખુશ છે.
  Published by:Vinod Zankhaliya
  First published: