Home /News /india /

20-22 વર્ષ સુધી કોઇ BSPનું બોસ બનવાનું સપનું ન જુવે: માયાવતી

20-22 વર્ષ સુધી કોઇ BSPનું બોસ બનવાનું સપનું ન જુવે: માયાવતી

માયાવતી

    બીએસપી સુપ્રીમો માયાવતીએ શનિવારે 2019 લોકસભા ચૂંટણી પહેલા લખનવમાં બોલાવવામાં આવેલી રાષ્ટ્રીય અધિવેશનમાં મોટો ફેરફાર કરતા રામ અચલ રાજભરને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યાં છે. જ્યારે આરએસ કુશવાહાને યુપીના પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપવામાં આવી છે.

    નોંધનીય છે કે બીએસપી સુપ્રીમો માયાવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગામી ચૂંટણીમાં હરાવવા માટેની રણનીતિ તૈયાર કરવા અને સંગઠનને મજબૂત બનાવવા માટે પાર્ટીના દરેક નાના અને મોટા અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી. લખનઉમાં માયાવતીના નેતૃત્વમાં થયેલી બીએસપીની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકમાં રાજ્યભરને રાષ્ટ્રીય મહાસચિવ અને કુશાવાહને પ્રદેશ અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    જેમાં માયાવતીએ કહ્યું કે, "હજી હું લગભગ 20-22 વર્ષો સુધી જાતે જ આગળ અને સક્રિય રહીને પાર્ટીની ગતિવિધીઓને આગલ વધારતી રહીશ જેથી આવનારા 20થી 22 વર્ષ સુધી કોઇએ પાર્ટીના મુખ્યા બનવાનું સપનું જોવું ન જોઇએ કે પછી કોઇએ પણ મારો ઉત્તરાધિકારી બનવાનું પણ સપનું ન જોવું જોઇએ."


    આ ઉપરાંત તેમણે કહ્યું, "હું પાર્ટી કાર્યકર્તાઓનું ધ્યાન જલ્દી જ લોકસભામાં થનારી ચૂંટણી તરફ અને તે પહેલા દેશના કેટલાક રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી તરફ કરવા માંગુ છું."
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: BSP, Mayavati

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन