યોગી કેબિનેટમાં ફેરબદલાવની તૈયારી, ઘણા મંત્રીઓની થઈ શકે છે છુટ્ટી !

sanjay kachot | News18 Gujarati
Updated: December 7, 2017, 11:20 AM IST
યોગી કેબિનેટમાં ફેરબદલાવની તૈયારી, ઘણા મંત્રીઓની થઈ શકે છે છુટ્ટી !
યોગી સરકાર 9 મહીનાના કાર્યકાળ પછી મંત્રીમંડલમાં ફેરબદલની તૈયારી કરવામાં લાગી ગઈ છે. જેને લઈને મંત્રીઓની નીંદર ઉડી ગઈ છે. કહેવામાં આવે છે કે આ ફેરબદલમાં કેટલાક મંત્રીઓની છુટ્ટી થઈ શકે છે. અને કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.

યોગી સરકાર 9 મહીનાના કાર્યકાળ પછી મંત્રીમંડલમાં ફેરબદલની તૈયારી કરવામાં લાગી ગઈ છે. જેને લઈને મંત્રીઓની નીંદર ઉડી ગઈ છે. કહેવામાં આવે છે કે આ ફેરબદલમાં કેટલાક મંત્રીઓની છુટ્ટી થઈ શકે છે. અને કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.

  • Share this:

ઉત્તર પ્રદેશ: યોગી સરકાર 9 મહીનાના કાર્યકાળ પછી મંત્રીમંડલમાં ફેરબદલની તૈયારી કરવામાં લાગી ગઈ છે. જેને લઈને મંત્રીઓની નીંદર ઉડી ગઈ છે. કહેવામાં આવે છે કે આ ફેરબદલમાં કેટલાક મંત્રીઓની છુટ્ટી થઈ શકે છે. અને કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.


વાસ્તવમાં નીતિ આયોગની માર્ગદર્શિકા પર યોગી સરકારએ બ્યુરોક્રેસીને સ્માર્ટ અને જવાબદાર બનાવવા માટે એક-બીજા સાથે જોડાયેલા વિભાગોના વિલીનીકરણ માટેની તૈયારી શરૂ કરી કરી દીધી છે. વિલીનીકરણ સાથે કેટલાક વિભાગોના મંત્રીઓની જવાબદારી પણ બદલાવવામાં આવશે. જેના લીધી ફેરબદલ થવાની સંભાવના છે. આ ફેરબદલમાં કામની પરીક્ષામાં ખરા ન ઉતરનારા મંત્રીઓની છુટ્ટી થઈ શકે છે.


કહેવામાં આવી રહ્યું છે કે વિધાનસભાનુ શિયાળુસત્ર 14 ડિસેમ્બરથી શરૂ થઈને 22 ડિસેમ્બરે પુરૂ થશે. આ વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ પણ આવી જશે. એવામાં પાર્ટી અને સરકાર પુરુ ધ્યાન 2019ની લોકસભા ચૂંટણી પર રાખશે. લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને મંત્રીઓને કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં સામાજિક અને ભૌગોલિક સંતુલનનું પણ ધ્યાન રાખવામાં આવશે.આ સિવાય પણ કહેવામાં આવી રહ્યું છે કે 9 મહિનાના કાર્યકાળ દરમિયાન સીએમ યોગીએ કેટલાક મંત્રીઓના કામકાજોને ઓળખી લીધા છે. જેમાં કેટલાક મંત્રીની નબળી કાર્યવાહી સામે આવી છે, જેને લઈને આવા મંત્રીઓની છુટ્ટી થાય તેવી શક્યતા છે. આ સિવાય કેટલાક મંત્રીઓની જવાબદારીમાં ફેરફાર થાય તેવી શક્યતા છે. તો કેટલાક મંત્રીઓને પ્રમોશન મળશે તો કેટલાક નવા ચહેરાઓ ઉમેરાશે.

First published: December 7, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading