ભગવાન રામની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ઊંચી હોવી જોઈએઃ આઝમ ખાન

આઝમ ખાન (ફાઇલ તસવીર)

સંતો ઘણા સમયથી દબાણ કરી રહ્યા છે કે અયોધ્યામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવી ભગવાન રામની પ્રતિમા બનાવવામાં આવે.

 • Share this:
  રામપુરઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ટૂંક સમયમાં અયોધ્યામાં 151 મીટર ઊંચી ભગવાન રામની પ્રતિમા બનાવવાની જાહેરાત કરી શકે છે. સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને યોગીનાં આવા પગલાની પ્રશંસા કરી છે.

  ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા આઝમ ખાને જણાવ્યું હતું કે સરયૂ નદીના કાંઠે આકાર પામનાર ભગવાન રામની પ્રતિમા ગુજરામાં બનેલી સરદાર પટેલની પ્રતિમાથી વધારે વિશાળ હોવી જોઈએ.

  આઝમ ખાન જણાવ્યું કે, "સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવવામાં આવી રહી હતી ત્યારે આ અંગે કોઈને વિચાર કેમ ન આવ્યો? ભગવાન રામની પ્રતિમા બનાવવાનો કોણ વિરોધ કરતું? હું ઈચ્છું છું કે રામપુરમાં ભગવાન રામની જે પ્રતિમા બનાવવામાં આવે તે સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી વધારે વિશાળ હોય."

  યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિવાળી ઉત્સવ દરમિયાન અયોધ્યામાં હાજર રહશે. આ દરમિયાન તેઓ સરયૂ નદીના કાંઠે ભગવાન રામની પ્રતિમા બનાવવાની જાહેરાત કરી શકે છે.

  બીજી તરફ અયોધ્યામાં સંતો ઘણા સમયથી દબાણ કરી રહ્યા છે કે અયોધ્યામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવી ભગવાન રામની પ્રતિમા બનાવવામાં આવે.


  ગુજરાતમાં નર્મદા નદીના કાંઠે આકાર પામેલી સરદાર પટેલની પ્રતિમા 182 મીટર ઊંચી છે. આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. સરદારની આ પ્રતિમા 20 હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયેલી છે, તેમજ પ્રતિમાની આસપાસ 12 સ્ક્વેર કિલોમીટર મોટું કુત્રિમ તળાવ આવેલું છે.

  ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતિએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: