Home /News /india /2019 લોકસભાની ચૂંટણીમાં કિંગ મેકર કોઇ પક્ષ નહીં Social Media હશે

2019 લોકસભાની ચૂંટણીમાં કિંગ મેકર કોઇ પક્ષ નહીં Social Media હશે

  એક વખત હતો જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિ માટે ચૂંટણી થતી ત્યારે ખાસ ટીવી પર બંને નેતાઓની સામ સામે ડિબેટ કરતા. અને જે નેતા આ ડિબેટમાં સારું પ્રદર્શન કરતો તેના જીતવાની સંભાવના વધી જતી. પણ 2008ના અમેરિકી ચૂંટણીમાં આવું ના થયું કારણ કે તે સમયે ટીવીનું સ્થાન સોશ્યલ મીડિયાએ લઇ લીધું. અને આ વાત ભારતમાં થયેલા 2014ની ચૂંટણીમાં પણ જોવા મળી હતી. ભાજપ દ્વારા જે રીતે સોશ્યલ મીડિયા પર તેનું બ્રાન્ડિંગ કરવામાં આવ્યું તેણે ભાજપની જીતને વધુ મક્કમ કરી હતી. વળી હાલ જ ફેસબુક ડેટા લિક વિવાદે એક વાર ફરી તે સાબિત કરી આપ્યું કે સોશ્યલ મીડિયા રાજનીતીમાં કેવી રીતને અસર ઊભી કરી શકે છે. પણ તે વાત પણ નોંધવા લાયક છે કે ભારત અને અમેરિકામાં સોશ્યલ મીડિયા અને તેની અસર અલગ અલગ છે. ત્યારે તે જાણવું જરૂરી પડે છે કે 2019ની ચૂંટણીમાં સોશ્યલ મીડિયા, હાર-જીત માટે કેટલું અસરદાર સાબિત થશે.

  ભારત, ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયા

  ભારતમાં ઇન્ટરનેટ પાછળથી આવ્યું પણ વાત જ્યારે સોશ્યલ મીડિયાની થાય છે તો ભારત દુનિયાની સાથે જ લગભગ સાથે સાથે ચાલે છે. ભારતમાં હાલ 27 કરોડથી વધુ ફેસબુક યુઝર છે. ટ્વિટરથી જોડાયેલા લોકોની સંખ્યા પણ લગભગ દોઢ કરોડ જેટલી છે. જ્યારે વોટ્સઅપ બંનેથી આગળ છે. વોટ્સઅપ 2009માં બજારમાં આવ્યું પણ હાલ તેની જોડે 20 કરોડથી વધુ યુઝર્સ છે. ઉલ્લેખનીય છે કે ભારત સોશ્યલ મીડિયા કંપનીઓ માટે સૌથી મોટા બજારમાંથી એક છે.

  નેતાઓ અને તેમની સોશ્યલ મીડિયા પર સક્રિયતા

  ભારતમાં હવે નાના મોટા તમામ નેતાઓ સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહેવા લાગ્યા છે. નરેન્દ્ર મોદીના ઓફિસિયલ ફેસબુક પેજ પર 4.30 કરોડ લોકો છે તો રાહુલ ગાંધીના ફેસબુક પેજ પર 17 લાખ લોકોના લાઇક છે. અખિલેશ યાદવના પેજ પર 67 લાખ લાઇક છે તો તેજસ્વી યાદવના પેજ પર લાઇક કરનાર 11 લાખ લોકો છે. ફેસબુક પછી ટ્વિટર પર નરેન્દ્ર મોદીના 42.9 મિલિયન ફોલોવર્સ છે અને રાહુલ ગાંધીના 7.05 મિલિયન ફોલોવર્સ છે. તે વાત તો તમે પણ નોટિસ કરી હશે કે ભાજપ અને નરેન્દ્ર મોદી સોશ્યલ મીડિયા પર વધુ લોકપ્રિય છે. જો કે સોશ્યલ મીડિયાને ભાજપે પહેલાથી જ ગંભીરતાથી લીધું હતું. જેમાં ક્રોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ પાછળ રહી ગયા.

  2014ની ચૂંટણી અને સોશ્યલ મીડિયા

  2014ની લોકસભાની ચૂંટણીમાં રાજનૈતિક દળોએ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. જો કે સોશ્યલ મીડિયાની આ દોડમાં ભાજપ આગળ રહ્યું હતું. જો કે 2014માં ભાજપની જીત પછી તમામ નાની મોટી પાર્ટી સોશ્યલ મીડિયાનું મહત્વ સમજી લીધું હતું. અને હવે લગભગ તમામ પાર્ટીના પોતાના આઇટી સેલ છે. જે ડિઝિટલ મીડિયમ પર પાર્ટીની વાતને ફેલાવી રહ્યા છે. અને તેના વિરોધીઓની સામે મોર્ચો ખોલીને બેઠો છે. પણ હવે આ વાત પાર્ટી સમર્થકો અને કાર્યકર્તાઓ સુધી મર્યાદિત નથી રહી. સોશ્યલ મીડિયા એક્સપર્ટ અને કંપનીઓ પણ તેમાં જોડાઇ છે. પાર્ટીના પક્ષને રજૂ કરતી હોય તેવા મુદ્દાઓ તેનો સાઇબર વિશેષજ્ઞ શોધતા રહે છે અને તેના અનુરૂપ તે રિએક્ટ પણ કરે છે.

  શું છે 2019માં સોશ્યલ મીડિયાની ભૂમિકા?

  ભારતમાં ટીવી, પ્રિન્ટ અને ડિઝિટલ મીડિયાનો જે વિકાસ થયો છે તે જોતા 2019માં ટીવી વધુ લોકપ્રિય રહેશે. ડિઝિટલ મીડિયા તેની પકડ ઝડપથી બનાવી રહ્યું છે પણ તેમ છતાં ટીવી અને પ્રિન્ટ કરતા 2019 સુધી તેની પકડ ઓછી જ રહેશે. તેમ છતાં પાર્ટીઓ ડિઝિટલ અને સોશ્યલ મીડિયાને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે કારણ કે યુવા વર્ગ સોશ્યલ મીડિયાથી વધુ જોડાયેલો છે. વળી ડિઝિટલ મીડિયાની ખબરોમાં કટેન્ટની કોઇ સીમા નથી. સાથે જ તેમાં શબ્દો સાથે ઓડિયો વીડિયો તથા ગ્રાફિકને પણ મૂકી શકાય છે. તથા સર્ચ કરીને તેને કોઇ પણ સમયે ફરી શોધી શકાય છે. આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને તે ચોક્કસથી કહી શકાય કે 2019ની લોકસભાની ચૂંટણીમાં સોશ્યલ અને ડિઝિટલ મીડિયાને નજર અંદાજ નહીં કરી શકાય, લોકોને પ્રભાવિત કરવામાં તેની મોટી ભૂમિકા રહેશે. પણ ખાલી તેના જ બળે ચૂંટણી નહીં જીતાય તે સિવાય અનેક વાત પર ચૂંટણીનો આધાર રહેશે.
  Published by:Chaitali Shukla
  First published:

  Tags: 2019 lok sabha elections, BJP Congress, Indian Politics, Social media, નરેન્દ્ર મોદી

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन