Home /News /india /EVM મામલો: ચૂંટણી પંચે દિલ્હી પોલીસને FIR નોંધવા કહ્યું, સિબ્બલે કહ્યું આવું

EVM મામલો: ચૂંટણી પંચે દિલ્હી પોલીસને FIR નોંધવા કહ્યું, સિબ્બલે કહ્યું આવું

EVM મામલો: ચૂંટણી પંચે દિલ્હી પોલીસને FIR નોંધવા કહ્યું

કપિલ સિબ્બલે બીજેપીના આરોપોને ફગાવતા કહ્યું હતું કે હું પાર્ટી તરફથી નહીં વ્યક્તિગત રીતે તે પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતો

  ચૂંટણી પંચે મંગળવારે દિલ્હી પોલીસને સાઇબર વિશેષજ્ઞ સૈયદ શુજા સામે એફઆઈઆર નોંધવા કહ્યું છે. ચૂંટણી પંચે આ વિશે દિલ્હી પોલીસને એક ચિઠ્ઠી લખી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સૈયદ શુજાએ આઈપીસીની કલમ 505 (1)નો કથિત રીતે ઉલ્લંઘન કર્યું છે. આ કલમ ડર ઉભો કરનાર અફવા ફેલાવવા સંબંધિત છે. ચૂંટણી પંચે પોલીસને કહ્યું છે કે ઇવીએમ હેક કરવાનો દાવો કરનાર સાઇબર એક્સપર્ટ સૈયદ શુજાના નિવેદનની તપાસ પણ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે શુજાએ દાવો કર્યો હતો કે 2014ની લોકસભા ચૂંટણીમાં ગરબડી થઈ હતી અને ઇવીએમને હેક કરવામાં આવી શકે છે.

  બીજી તરફ બીજેપીએ આ મામલે કોંગ્રેસના વરીષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. બીજેપીનો આરોપ છે કે સિબ્બલ લંડનમાં પાર્ટી તરફથી ઇવીએમ હેકિંગની મોનિટરિંગ કરવા ગયા હતા.

  આ પણ વાંચો - EVM હેકથોન કોંગ્રેસ સ્પોન્સર્ડ પોલિટિકલ સ્ટંટ, અત્યારથી શોધી રહી છે હારનું બહાનું- ભાજપ

  જોકે કપિલ સિબ્બલે બીજેપીના આ આરોપોને ફગાવતા કહ્યું હતું કે હું પાર્ટી તરફથી નહીં વ્યક્તિગત રીતે તે પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતો. પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરનાર આશિષ રે એ મને આમંત્રિત કર્યો હતો. આશિષ રે એ મારા સિવાય બીજેપી સહિત બધા રાજનીતિક દળ અને ચૂંટણી પંચને પણ બોલાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આશિષ રે ઇન્ડિયન જર્નલિસ્ટ એસોસિયેશન (યૂરોપ)નો અધ્યક્ષ છે.

  સિબ્બલે જણાવ્યું હતું કે જે આરોપ તેણે (શુજા) લગાવ્યા છે તેની તપાસ થવી જોઈએ. જો કોઈ આરોપ લાગ્યો છે તો એ જાણવું જરુરી છે કે આ આરોપ સાચો છે કે ખોટો. જો આરોપ ખોટો છે તો તેની સામે કાર્યવાહી કરવી જોઈએ અને જો આરોપ સાચા છે તો આ ઘણી ગંભીર બાબત છે. આ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીનો મુદ્દો છે. મુદ્દો એ છે કે શું ઇવીએમ સાથે છેડછાડ થઈ શકે છે. આ ભારતના લોકતંત્રના અસ્તિત્વ સંબંધિત મુદ્દો પણ છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Kapil sibbal, Loksabha elections 2019, Press Conference, ઇવીએમ, લંડન, હેકિંગ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन