Home /News /india /

પીએમ મોદીએ આમ આદમી પાર્ટીના મોડલને બતાવ્યું ‘નાકામપંથી’

પીએમ મોદીએ આમ આદમી પાર્ટીના મોડલને બતાવ્યું ‘નાકામપંથી’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના રામલીલા મેદાનમાં જનસભાને સંબોધિત કરી

કરોડો લોકોના વિશ્વાસને આ નાકામપંથીઓએ ચકનાચૂર કરી દીધા છે. આ લોકો દેશ બદલવા આવ્યા હતા પણ પોતે જ બદલી ગયા - પીએમ મોદી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના રામલીલા મેદાનમાં જનસભાને સંબોધિત કરી હતી. મોદીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે આઝાદી પછી આપણા દેશમાં 4 રાજનીતિક કલ્ચર જોવા મળ્યા છે. પ્રમમ નામપંથી, બીજુ વામપંથી, ત્રીજુ દામ-દમનપંથી અને ચોથું વિકાસપંથી. પણ દિલ્હી દેશનું એકમાત્ર રાજ્ય છે જેણે પોલિટિકલ કલ્ચરનું પાંચમું રુપ પણ જોયું, જેનું નામ છે નાકામપંથી.

    પીએમ મોદીએ કહ્યું હતું કે કરોડો લોકોના વિશ્વાસને આ નાકામપંથીઓએ ચકનાચૂર કરી દીધા છે. આ લોકો દેશ બદલવા આવ્યા હતા પણ પોતે જ બદલી ગયા છે. તેમણે પોતાની નિષ્ફળતાને બીજાના માથે ફોડવાનું કામ કર્યું છે. આ લોકો ટુકડે-ટુકડે ગેંગના સમર્થનમાં ઉભા રહ્યા છે. પંજાબમાં દેશવિરોધીઓ અને ખાલિસ્તાન સમર્થકોને તેમણે તાકાત આપી છે.

    આ પણ વાંચો - હવે દિગ્વિજય સિંહનું વિવાદાસ્પદ નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ઠગ

    પીએમ મોદીએ કહ્યું હતું કે આજની પેઢીને કેટલીક સાચી વાત જાણવી જરુરી છે. કોંગ્રેસના નામદાર મને ગાળો આપવામાં કશું બાકી રાખતા નથી. કોંગ્રેસના નામદાર કહી રહ્યા છે કે સેના કોઈની જાગીર નથી. દેશનું રક્ષણ કરનાર સેનાને પોતાની જાગીર કોણ સમજે છે, એ હું જણાવીશ. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પોતાના પરિવાર સાથે યુદ્ધપોતમાં રજાઓ માનવા જાય. આ આપણા દેશમાં થયું છે.

    પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના નામદાર પરિવારે INS વિરાટને પોતાની ટેક્સીની જેમ ઉપયોગ કર્યો હતો. તેનું અપમાન કર્યું હતું. આ વાત ત્યારની છે જ્યારે રાજીવ ગાંધી ભારતના પીએમ હતા અને 10 દિવસની રજા ગાળવા નિકળ્યા હતા. INS વિરાટ તે સમયે સમુદ્રના રક્ષણ માટે હતું. જોકે તેમના આખા કુનબાને લઈને આઈએનએસ વિરાટ ખાસ દ્વિપ પર 10 દિવસ રોકાયું હતું. રાજીવ ગાંધી સાથે રજાઓ મનાવવા ગયેલા વ્યક્તિઓમાં તેમના સાસરીયાના લોકો પણ હતા. શું વિદેશી લોકોને વોરશિપ પર લઈ જઈને દેશની સુરક્ષા સાથે સમજુતી કરી ન હતી? જ્યારે એક પરિવાર સર્વોચ્ચ બની જાય છે ત્યાર દેશની સુરક્ષા દાવ ઉપર લાગી જાય છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Elections 2019, Loksabha elections 2019, Public meeting, દિલ્હી, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन