સિદ્ધુના ‘કાળા અંગ્રેજ’ ઉપર BJP બોલી - ઇટાલિયન રંગ ઉપર આટલો ઘમંડ ન કરો

સિદ્ધુના ‘કાળા અંગ્રેજ’ ઉપર BJP બોલી - ઇટાલિયન રંગ ઉપર આટલો ઘમંડ ન કરો

કોંગ્રેસ નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુ પોતાના રંગભેદી ટિપ્પણીને લઈને વિવાદોમાં ફસાયા

 • Share this:
  કોંગ્રેસ નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુ પોતાના રંગભેદી ટિપ્પણીને લઈને વિવાદોમાં ફસાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર રંગભેદી નિવેદન પછી ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે. બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપર કટાક્ષ કરતા કહ્યું હતું કે કોંગ્રેસને ‘ઇટાલિયન રંગ’ ઉપર ઘમંડ કરવો જોઈએ નહીં.

  સંબિત પાત્રાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું કે નવજોત સિંહ સિદ્ધુએ ફક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નહીં પણ આખા હિન્દુસ્તાનને ‘કાળા અંગ્રેજ’કહ્યા છે. પાત્રાએ કહ્યું હતું કે મોદી કાળા છે તો શું થયું. હિન્દુસ્તાનના રખવાળા છે. આ દરમિયાન પાત્રાએ સોનિયા ગાંધીના રંગને લઈને પણ કટાક્ષ કર્યો હતો. પાત્રાએ કહ્યું હતું કે કોંગ્રેસને ઇટાલિયન રંગ ઉપર એટલો ઘમંડ ના કરવો જોઈએ.

  આ પણ વાંચો - કોણ છે આ પીળી સાડીમાં વાયરલ થયેલી મહિલા ?

  સંબિત પાત્રાએ કહ્યું હતું કે હું તમને પુછું છું કે મોદી જી કાળા અને અંગ્રેજ અને સોનિયા જી હિન્દુસ્તાની? આ ક્યાંનો ન્યાય છે? મોદી જી કાળા છે તો શું થયું દિલવાલા છે. મોદી જી કાળા છે તો શું થયું ગરીબોના રખવાળા છે.

  ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં કોંગ્રેસ ઉમેદવાર માટે વોટ માંગવા પહોંચેલા સિદ્ધુએ બીજેપી ઉપર રંગભેદી ટિપ્પણી કરી હતી. સિદ્ધુએ કહ્યું હતું કે કોંગ્રેસ તે પાર્ટી છે જેણે દેશને આઝાદી અપાવી. મૌલાના આઝાદ અને મહાત્મા ગાંધીની પાર્ટી છે. તેમણે ગોરાઓ પાસેથી આઝાદી આપી હતી અને તમે ઇન્દોરવાળા હવે કાળા અંગ્રેજોથી આ દેશને છોડાવો.
  Published by:Ashish Goyal
  First published: