રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામાની ઓફર કરી, કોંગ્રેસે કર્યું ખંડન

News18 Gujarati
Updated: May 23, 2019, 7:43 PM IST
રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામાની ઓફર કરી, કોંગ્રેસે કર્યું ખંડન
રાહુલ ગાંધી

સૂત્રોના મતે એક સપ્તાહમાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બોલાવવામાં આવશે

  • Share this:
લોકસભા ચૂંટણી 2019માં મળેલા પરાજય પછી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સામે અધ્યક્ષ પદ ઉપરથી રાજીનામાની ઓફર કરી હતી. સૂત્રોના મતે રાહુલ ગાંધીના રાજીનામા પર સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતાઓએ તેને સમજાવ્યો હતો કે આવી વાત પાર્ટી ફોરમમાં રાખવી જોઈએ.

સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતાઓને સમજાવ્યા પછી રાહુલ ગાંધી અટકી ગયા હતા. સૂત્રોના મતે એક સપ્તાહમાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બોલાવવામાં આવશે. જેમાં રાહુલ ગાંધી રાજીનામાની ઓફર કરશે. સૂત્રોના મતે બેઠકમાં હારના કારણો ઉપર પણ ચર્ચા થશે.

આ પણ વાંચો - રાહુલ ગાંધીએ પીએમ મોદીને આપ્યા અભિનંદન, અમેઠીથી હાર સ્વિકારી

રાહુલ ગાંધીને પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેમના રાજીનામા વિશે ન્યૂઝ 18ના સંવાદદાતા અરુણ સિંહે સવાલ કર્યો તો તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કેટલીક વાતો તેના અને કોંગ્રેસ કાર્યસમિતિની વચ્ચે રહેવી જોઈએ.

જોકે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીના રાજીનામાની ઓફરની વાત ખોટી છે.લોકસભા ચૂંટણી 2019માં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, બિહાર, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. બીજેપી અને કોંગ્રેસ વચ્ચે દેશભરમાં 174 સીટો ઉપર સીધી લડાઈ હતી. જેમાં 93 ટકા સીટો પર બીજેપીએ જીત મેળવી છે. અમેઠીમાં રાહુલ ગાંધીનો પરાજય થયો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પોતાના પુત્ર વૈભવ ગેહલોતને જીતાડી શક્યા નથી.
Published by: Ashish Goyal
First published: May 23, 2019, 6:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading