Home /News /india /

હજુ કોંગ્રેસને લાગી શકે છે બે ફટકા, બે રાજ્યો પણ ગુમાવે તેવી આશંકા

હજુ કોંગ્રેસને લાગી શકે છે બે ફટકા, બે રાજ્યો પણ ગુમાવે તેવી આશંકા

જો સતર્ક નહીં રહે તો બે રાજ્યો કોંગ્રેસના હાથમાંથી સરકી શકે છે

જો સતર્ક નહીં રહે તો બે રાજ્યો કોંગ્રેસના હાથમાંથી સરકી શકે છે

  લોકસભા ચૂંટણીમાં બીજેપીની આગેવાનીમાં એનડીએને ભારે જીત મળી રહી છે. આ પરિણામ પછી કોંગ્રેસને બીજા બે ઝટકા લાગી શકે છે. જો તે સતર્ક નહીં રહે તો બે રાજ્યો તેના હાથમાંથી સરકી શકે છે. આ બે રાજ્યો મધ્ય પ્રદેશ અને કર્ણાટક છે. આ બંને રાજ્યોમાં કોંગ્રેસ માટે પડકારરુપ બન્યા છે.

  ત્રણ દિવસ પહેલા જ્યારે ભોપાલમાં બીજેપી નેતા ભાર્ગવે રાજ્યપાલને પત્ર લખીને મધ્ય પ્રદેશ વિધાનસભામાં શક્તિ પરીક્ષણ કરવાની વાત કરી હતી. ત્યારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેમની સરકારને કોઈ સંકટ નથી. જોકે લોકસભાના પરિણામ પછી હવે લાગે છે કે કમલનાથ સરકાર સામે મુશ્કેલી ઉભી થઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં જ્યારે ડિસેમ્બરમાં ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસે 114 સીટો જીતી હતી. તે સમયે બીએસપીના બે, એક સમાજવાદી પાર્ટી અને ચાર અપક્ષ ધારાસભ્યોએ સાથ આપીને સરકાર બનાવી હતી. આ દરમિયાન એવા સમાચાર આવતા રહ્યા હતા કે મધ્ય પ્રદેશમાં અપક્ષ કે બસપા ધારાસભ્ય સરકારનો સાથ છોડી શકે છે. કેન્દ્રમાં બીજેપીની આગેવાનીમાં સરકાર બન્યા પછી કોઈ ધારાસભ્ય કોંગ્રેસનો સાથ છોડી દેશે તો સરકાર અલ્પમતમાં આવી જશે.

  આ પણ વાંચો - પ્રધાનમંત્રી મોદીએ 4 લાખ કરતા વધારે વોટથી લીડ મેળવી  કર્ણાટકમાં ધારાસભ્યો કરી શકે છે બળવો
  આ જ રીતે કર્ણાટમાં લાંબા સમયથી કોંગ્રેસ અને જેડીએસ વચ્ચેની ગઠબંધન સરકાર મુશ્કેલમાં હોવાના સમાચાર આવે છે. ઘણી વખત એવા રિપોર્ટ આવ્યા હતા કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો બળવો કરી શકે છે. રાજ્યમાં બીજેપી નેતા બીએસ યેદીયુરપ્પા વિશે કહેવાય છે કે તે ઘણા બળવાખોર ધારાસભ્યોના સંપર્કમાં છે.  હવે કેન્દ્રમાં ફરી મોદી સરકારની પ્રચંડ બહુમતીથી વાપસી થતા કર્ણાટકમાં જોડતોડના પ્રયત્નો થઈ શકે છે. જો આમ થશે તો કોંગ્રેસને ફટકો પડશે. કર્ણાટકની કુમારસ્વામી સરકાર જે રીતે એક વર્ષથી ચાલી રહી છે તેનાથી જેડીએસ અને કોંગ્રેસ બંને ખેમામાં અસંતોષ છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Elections Result 2019, Madhya pradesh, કર્ણાટક, કોંગ્રેસ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन