પ્રધાનમંત્રી મોદીએ 4 લાખ 75 હજાર 169 વોટથી જીત મેળવી

પ્રધાનમંત્રી મોદીએ સપા-બસપા ગઠબંધન ઉમેદવાર શાલિની યાદવ અને કોંગ્રેસના અજય રાયને પાછળ રાખીને જીત મેળવી

પ્રધાનમંત્રી મોદીએ સપા-બસપા ગઠબંધન ઉમેદવાર શાલિની યાદવ અને કોંગ્રેસના અજય રાયને પાછળ રાખીને જીત મેળવી

 • Share this:
  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પરથી 4 લાખ 75 હજાર 169 વોટથી જીત મેળવી છે. ગઠબંધનની શાલિની યાદવ 1,93,598 વોટ મેળવીને બીજા નંબરે રહ્યા હતી. જ્યારે કોંગ્રેસના અજય રાય 1,51,772 વોટ મેળવી ત્રીજા નંબરે રહ્યા હતા.

  વારાણસીમાં 23 રાઉન્ડની ગણતરી પછી પીએમ નરેન્દ્ર મોદી ગઠબંધનના ઉમેદવાર શાલિની યાદવ કરતા 3 લાખ 85 હજાર વોટથી આગળ હતા. પીએમ મોદીએ વારાણસીમાં પોતાની પાછલી જીતના રેકોર્ડને તોડી નાખ્યો છે.પીએમ મોદીએ 2014ની ચૂંટણીમાં વારાણસી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ સામે 3.71 લાખ વોટથી જીત મેળવી હતી. આ સિવાય પીએમએ વડોદરા બેઠક ઉપર પણ જીત મેળવી હતી. જોકે તેમણે તે બેઠક છોડી દીધી હતી.  આ પણ વાંચો - ગાંધીનગર : અમિત શાહ જંગી લીડથી જીત્યા છતાં આ રેકોર્ડ્સ કાયમ રહ્યા

  ભાજપ અને એનડીએની પ્રચંડ જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સબકા સાથ+સબકા વિકાસ+સબકા વિશ્વાસ = વિજયી ભારત.

  જબરજસ્ત જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 મે ના રોજ કાશી પહોંચશે. મોદી વિશ્વનાથ મંદિરના દર્શન કરી ભગવાનના આશીર્વાદ લેશે.
  Published by:Ashish Goyal
  First published: