દેશના 17 રાજ્યોમાં કોંગ્રેસને બિગ ઝીરો મળ્યો છે - અમિત શાહ

News18 Gujarati
Updated: May 24, 2019, 9:08 AM IST
દેશના 17 રાજ્યોમાં કોંગ્રેસને બિગ ઝીરો મળ્યો છે - અમિત શાહ
દેશના 17 રાજ્યોમાં કોંગ્રેસને બિગ ઝીરો મળ્યો છે - અમિત શાહ

પ્રચંડ જીત મળ્યા પછી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે નવી દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા

  • Share this:
લોકસભા ચૂંટણી-2019માં પ્રચંડ જીત મળ્યા પછી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે નવી દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.

અમિત શાહે કહ્યું હતું કે એક તરફ જનતાએ મોદી જી ના નેતૃત્વમાં ભાજપાને જીતાડ્યો છે તો બીજી તરફ કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. દેશના 17 રાજ્યોમાં કોંગ્રેસને બિગ ઝીરો મળ્યો છે. મેં દેશના કાર્યકર્તાઓને કહ્યું હતું કે અમે 50 ટકાની લડાઇ લડવા માટે ચૂંટણી મેદાનમાં છીએ. આજે હું ગૌરવ સાથે કહીશ કે દેશના 17 રાજ્યોમાં જનતાએ 50 ટકાથી વધારે વોટોના આશીર્વાદ ભાજપાને આપ્યા છે.

અમિત શાહે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની અંદર સપા-બસપા બંને ભેગા થયા તો આખા દેશના મીડિયા કહેતા હતા કે ઉત્તર પ્રદેશમાં શું થશે? આ પ્રચંડ જીત દર્શાવે છે કે આવનાર દિવસોમાં પરિવારવાદી પાર્ટીઓનું કોઈ મહત્વ રહેવાનું નથી.

આ પણ વાંચો - મારા શરીરનો કણ-કણ મારા દેશવાસીઓ માટે છે : પીએમ મોદી

અમિત શાહે કહ્યું હતું કે બંગાળની અંદર આટલા બધા અત્યાચાર છતા 18 સીટો ભાજપાએ જીતી છે. પાંચ વિધાનસભા સીટોમાંથી ચારમાં ભાજપનો વિજય થયો છે. આ બતાવે છે કે આવનાર દિવસોમાં આખા બંગાળમાં પોતાનું વર્ચસ્વ કાયમ કરીશું. પાંચ વર્ષની અંદર નરેન્દ્ર મોદી સરકારે દેશના 50 કરોડ ગરીબ પરિવારોના જીવન સ્તરને શાનદાર બનાવવા આઝાદીના 70 વર્ષ પછી પ્રથમ વખત સાર્થક કદમ ઉઠાવ્યા છે. કરોડો ગરીબ પરિવારોના આશીર્વાદ તેમનું જનસમર્થન અમારી વિજયનું કારણ બન્યું છે.
First published: May 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading