Home /News /india /તામિલનાડુમાં BJP-AIADMKનું ગઠબંધન, બીજેપી 5 સીટો પર લડશે લોકસભા ચૂંટણી

તામિલનાડુમાં BJP-AIADMKનું ગઠબંધન, બીજેપી 5 સીટો પર લડશે લોકસભા ચૂંટણી

તામિલનાડુમાં BJP-AIADMKનું ગઠબંધન, બીજેપી 5 સીટો પર લડશે લોકસભા ચૂંટણી

તામિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી અને ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનેત્ર કડગમે (AIADMK) સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી

તામિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી(BJP) અને ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનેત્ર કડગમે (AIADMK) સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. મંગળવારે બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થયું છે. તામિલનાડુની 39 લોકસભા સીટોમાંથી 5 સીટો ઉપર લોકસભાની ચૂંટણી લડશે. આ સિવાય બીજેપી અને AIADMK પોંડુચેરીમાં પણ સાથે ચૂંટણી લડશે.

ગઠબંધન માટે કેન્દ્રીય રેલમંત્રી પીયુષ ગોયલ ચેન્નાઈ પહોંચ્યા હતા. તેમણે AIADMKના સંયોજક અને ડિપ્ટી સીએમ પન્નીરસેલ્વમ સાથે મુલાકાત કરી હતી અને ગઠબંધનની જાહેરાત કરી હતી. પીયુષ ગોયલ તામિલનાડુમાં બીજેપીના પ્રભારી છે. બન્ને દળો વચ્ચે બીજા અને અંતિમ રાઉન્ડની ચર્ચા પછી આ જાહેરાત કરવામાં આવી હતી. ચર્ચામાં મુખ્યમંત્રી પલાનીસ્વામી પણ સામેલ હતા.

આ પણ વાંચો - IPLની પ્રથમ 17 મેચોનો કાર્યક્રમ જાહેર, આ તારીખથી થશે ટૂર્નામેન્ટનો પ્રારંભ

ગઠબંધન પછી પીયુષ ગોયલે કહ્યું હતું કે બીજેપી તામિલનાડુની 21 વિધાનસભા સીટો ઉપર યોજાનાર પેટાચૂંટણીમાં પણ AIADMKનું સમર્થન કરશે. અમે રાજ્યમાં પન્નીરસેલ્વમ (OPS)અને ઇ પલાનીસામી(EPS)ના નેતૃત્વમાં અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડશે. આ સિવાય પટ્ટાલી મક્કલ કત્ચી (PMK)સાથે પણ રાજનીતિક ગઠબંધનની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી કે પલાનીસામીના હાજરીમાં ગઠબંધનની જાહેરાત કરતા એઆઈએડીએમકેના સંયોજજક પન્નીરસેલ્વમે કહ્યું હતું કે પીએમકે લોકસભાની 7 સીટો પર ચૂંટણી લડશે. પીએમકેને રાજ્યસભામી એક સીટ પણ આપવામાં આવશે.
First published:

Tags: Lok Sabha elections, Tamil Nadu, ભાજપ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો