Home /News /india /

જેટલીએ આપ્યો માયાવતીને જવાબ - PM મોદી નથી કરતા જાતિગત રાજનીતિ

જેટલીએ આપ્યો માયાવતીને જવાબ - PM મોદી નથી કરતા જાતિગત રાજનીતિ

જેટલીએ માયાવતી અને લાલુ યાદવ ઉપર કટાક્ષ કરતા કહ્યું હતું કે જો તેમના પરિવારોની સંપત્તિને જોવામાં આવે તો પ્રધાનમંત્રીની સંપત્તિ તેમના આગળ 0.01 ટકા પણ નથી

જેટલીએ માયાવતી અને લાલુ યાદવ ઉપર કટાક્ષ કરતા કહ્યું હતું કે જો તેમના પરિવારોની સંપત્તિને જોવામાં આવે તો પ્રધાનમંત્રીની સંપત્તિ તેમના આગળ 0.01 ટકા પણ નથી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર બસપા સુપ્રીમો માયાવતી તરફથી જાતિગત રાજનીતિ કરવાના આરોપમાં કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ આકરો જવાબ આપ્યો છે. જેટલીએ ટ્વિટ કરીને કહ્યું છે કે પ્રધાનમંત્રી ક્યારે જાતિગત થયા. તેમણે ક્યારેય જાતિગત રાજનીતિ કરી નથી. તે ફક્ત વિકાસની રાજનીતિ કરે છે. તે એક રાષ્ટ્રભક્ત છે. આ દરમિયાન જેટલીએ માયાવતી અને લાલુ યાદવ ઉપર કટાક્ષ કરતા કહ્યું હતું કે જો તેમના પરિવારોની સંપત્તિને જોવામાં આવે તો પ્રધાનમંત્રીની સંપત્તિ તેમના આગળ 0.01 ટકા પણ નથી.

    ઉલ્લેખનીય છે કે શનિવારે માયાવતીએ પીએમ મોદી ઉપર જાતિગત રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. માયાવતીએ કહ્યું હતું કે તે લોકો સામે પોતાના અતિ પછાત ગણાવીને રાજનીતિક ફાયદો લેવા માંગે છે. માયાવતીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ઉંચી જાતિથી છે પણ જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા તો તેમણે પોતાની કમ્યૂનિટીને ઓબીસી કેટેગરીમાં નાખી દીધા હતા. જેના કારણે તે રાજનીતિક ફાયદો લઈ શકે.

    આ પણ વાંચો - રાજનાથ સિંહનો પુત્ર નીરજ પિતાના હરીફને પગે લાગ્યો, થઈ રહી છે પ્રશંસા

    0.01 ટકા સંપત્તિ પણ નથી મોદી પાસે

    આ દરમિયાન જેટલીએ લખ્યું છે કે જે ગરીબ લોકોને જાતિના આધારે ગુમરાહ કરી રહ્યા છે તે ક્યારેય જીતી શકશે નહીં. તેમણે આ જાતિ આધારિત રાજનીતિ ઉપર જ કરોડોની સંપત્તિ બનાવી છે. જો બસપા અને રાજદના પ્રમુખોના પરિવારોની સંપત્તિ પર નજર નાખવામાં આવે તો પ્રધાનમંત્રીની સંપત્તિ તેમનો 0.01 ટકા પણ નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Elections 2019, Lok Sabha Elections 2019, અરૂણ જેટલી, પીએમ મોદી

    આગામી સમાચાર