Home /News /india /

રાહુલ ગાંધીની રેલીમાં ‘મૈ ભી ચોકીદાર’ટી શર્ટ પહેરીને આવ્યા યુવાનો, પછી શું થયું

રાહુલ ગાંધીની રેલીમાં ‘મૈ ભી ચોકીદાર’ટી શર્ટ પહેરીને આવ્યા યુવાનો, પછી શું થયું

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં રાહુલ ગાંધીની રેલીમાં ઘટના બની

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં રાહુલ ગાંધીની રેલીમાં ઘટના બની

  રાજસ્થાનના ચુરુ જિલ્લામાં રાહુલ ગાંધીની રેલીમાં સોમવારે અજીબ ઘટના બની હતી. રાહુલની રેલીમાં એક યુવાનોનું ગ્રૂપ ‘મૈ ભી ચોકીદાર’ના ટી શર્ટ પહેરીને આવ્યા હતા. રાહુલની નજર આ ગ્રૂપ ઉપર પડી હતી. એક ક્ષણે એમ લાગ્યું હતું કે આ ઘટનાથી રાહુલ નારાજ થઈ જશે કે નજરઅંદાજ કરશે. જોકે રાહુલે તેમ કર્યું ન હતું. રાહુલે આ યુવાઓને કહ્યું હતું કે તમે બધા લોકો ચોકીદારની ટી શર્ટ પહેરીને આવ્યા છો. તમારું બધાનું સ્વાગત છે.

  રાહુલે આ પછી કહ્યું હતું કે ચોકીદાર જી એ બે કરોડ લોકોને રોજગારી આપવાનો વાયદો કર્યો હતો. શું તમારામાંથી કોઈને નોકરી મળી? રાહુલે એવો પણ સવાલ કર્યો હતો કે પીએમ મોદીએ 15 લાખ રુપિયા તમારા ખાતામાં નાખવાનો વાયદો કર્યો હતો શું તમારામાંથી કોઈને મળ્યા?

  આ પણ વાંચો - બિહાર: ગધેડા ઉપર બેસીને ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યો ઉમેદવાર

  રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી સરકારે 5 લાખ 55 હજાર કરોડ રુપિયા અમીરોને આપી દીધા છે. જ્યારે 15 લાખ રુપિયા આપવાનો પ્રધાનમંત્રી મોદીનો દાવો જુમલાબાજી સાબિત થયો છે. સરકાર દરેકના ખાતામાં 15 લાખ રુપિયા નાખી શકે નહીં. આ કારણે અર્થશાસ્ત્રીઓ સાથે વિચાર-વિમર્શ કર્યા પછી કોંગ્રેસે દર વર્ષે 72 હજાર રુપિયા 5 કરોડ ગરીબ પરિવારોને આપવાનો વાયદો કર્યો છે. ન્યાય યોજના હિન્દુસ્તાનની અર્થવ્યવસ્થાના એન્જીનમાં ઇંધણનું કામ કરશે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Elections 2019, Lok Sabha Elections 2019, Main Bhi Chowkidar, રાહુલ ગાંધી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन