લોકસભા ચૂંટણી-2019 માટે કોંગ્રેસે પોતાની સૌ પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 15 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અમેઠીથી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે.
ગુજરાતના જે ચાર ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. વડોદરામાં પ્રશાંત પટેલ, અમદાવાદ પશ્ચિમમાં રાજુ પરમાર (એસસી), આણંદમાં ભરતસિંહ સોલંકી અને છોટા ઉદેપુર (એસટી)માં રંજીત રાઠવાને લોકસભાની ટિકિટ મળી છે.
Congress releases first list of 15 candidates for Lok Sabha elections. 11 from Uttar Pradesh and 4 from Gujarat. Sonia Gandhi to contest from Rae Bareli and Rahul Gandhi to contest from Amethi. pic.twitter.com/PZI4TlJfC6
આ યાદીથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે. પ્રિયકાં ગાંધી વાડ્રા રાયબરેલીથી ચૂંટણી લડશે નહીં. ઉત્તર પ્રદેશનાં સપા-બસપાના ગઠબંધનમાં કોંગ્રેસનો સમાવેશ કરવાની ચર્ચા વચ્ચે આ લિસ્ટ જાહેર કરીને કોંગ્રેસે નવા દાવ ખેલ્યો છે. ઉત્તર પ્રદેશના જાહેર થયેલા લિસ્ટમાં સાનિયા અને રાહુલ સિવાય કોંગ્રેસના દિગ્ગજ નેતા નિર્મલ ખત્રી, આરપીએન સિંહ, સલમાન ખુર્શીદ, ઇમરાન મસૂદ, અનુ ટંડન, જિતિન પ્રસાદના નામનો સમાવેશ થાય છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર