હિન્દુઓથી ડરે છે કોંગ્રેસ, જેથી મુસ્લિમ વસ્તીવાળા વાયનાડથી ચૂંટણી લડે છે રાહુલ : મોદી

News18 Gujarati
Updated: April 1, 2019, 6:19 PM IST
હિન્દુઓથી ડરે છે કોંગ્રેસ, જેથી મુસ્લિમ વસ્તીવાળા વાયનાડથી ચૂંટણી લડે છે રાહુલ  : મોદી
વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

જેમણે 70 વર્ષો સુધી લોકોને ગરીબ જ બનાવી રાખ્યા તે ક્યારેય ગરીબનું ભલુ કરી શકે નહીં : મોદી

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે કોંગ્રેસે હિન્દુ ટેરર શબ્દનો ઉપયોગ કરીને દેશની બહુસંખ્યક વસ્તીનું અપમાન કર્યું છે. જેથી તે લોકસભા સીટો ઉપર સ્થાનિક ઉમેદવારને ઉભો કરવાથી ડરી રહી છે. બે સીટો ઉપર ચૂંટણી લડવાના રાહુલ ગાંધીના નિર્ણય પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ શાંતિ પ્રિય હિન્દુઓને આતંકીના રુપમાં પ્રચારિત કર્યા છે અને તે જાણે છે કે હિન્દુ સમુદાય તેની સજા આપશે. કોંગ્રેસના નેતા હવે તે સીટો પર ચૂંટણી લડવાથી ડરી રહ્યા છે જ્યાં હિન્દુઓની વસ્તી વધારે છે. જેથી તે હવે તેવી સીટોથી ચૂંટણી લડી રહ્યા છે જ્યાં લધુમતીઓની વસ્તી વધારે છે.

પીએમ મોદીએ વર્ધામાં કહ્યું હતું કે જેમણે 70 વર્ષો સુધી લોકોને ગરીબ જ બનાવી રાખ્યા તે ક્યારેય ગરીબનું ભલુ કરી શકે નહીં. આ તે લોકો છે જે ગરીબના નામે પૈસા લાવીને પોતાની તિજોરી ભરે છે.

આ પણ વાંચો - લાલુ યાદવના પુત્ર તેજપ્રતાપની જાહેરાત, બનાવશે અલગ રાજકીય પાર્ટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વર્ધામાં ચૂંટણી રેલીને સંબોધતાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન કુંભકર્ણ જેવું છે. જ્યારે તે સત્તામાં હોય છે તો 6-6 મહિના માટે ઊંધે છે. 6 મહિનામાં કોઇ એક ઉઠે છે અને જનતાના નાણાં ખાઇને ફરી ઊંધવા જતાં રહે છે.

સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, એનસીપીમાં આ સમયે પારિવારિક યુદ્ધ ચાલી રહ્યું છે. પાર્ટી શરદ પવારના હાથમાંથી નીકળી રહી છે અને સ્થિતિ એવી છે કે ભતીજા ધીમે-ધીમે પાર્ટી પર કબજો કરી રહ્યાં છે. એ માટે જ એનસીપીને ટિકિટની વહેંચણીમાં પણ મુશ્કેલી પડી રહી છે.
First published: April 1, 2019, 6:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading