લોકસભા ચૂંટણી 2019માં મતદાન પુરુ થયા પછી રવિવારે અલગ-અલગ એજન્સીઓના એક્ઝિટ પોલ સામે આવ્યા છે. પરિણામ પહેલા સટીક અંદાજ આપવા માટે ન્યૂઝ 18એ IPSOS સાથે મળીને સૌથી વિશ્વસનીય એક્ઝિટ પોલ કર્યો છે. News18-Ipsosના એક્ઝિટ પોલમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બીજેપીના નેતૃત્વવાળી એનડીએ 336 સીટો જીતી શકે છે. યૂપીએને ફક્ત 82 સીટો મળી રહી છે. રાજ્યો પછી હવે સીટોના સર્વે પણ સામે આવ્યા છે. જાણો કઈ મહત્વપૂર્ણ સીટ પર કઈ પાર્ટીને જીત મળશે.
સર્વે પ્રમાણે મધ્ય પ્રદેશની બહુચર્ચિત ભોપાલની સીટ ઉપર બીજેપીને ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર જીત મેળવશે. સાધ્વી પ્રજ્ઞાનો મુકાબલો કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ સામે છે. મધ્ય પ્રદેશની ગુનામાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે જોરદાર મુકાબલો છે.
News18-IPSOSના એક્ઝિટ પોલ મતે બિહારની મધેપુરા સીટથી જેડીયુ ઉમેદવાર દિનેશ ચંદ્ર યાદવ જીતી રહ્યા છે. બિહારની સારણ સીટ પર બીજેપી અને આરજેડી વચ્ચે કાંટાની ટક્કર છે. સારણમાં બીજેપીના રાજીવ પ્રતાપ રુડી અને આરજેડીના ચંદ્રિકા રાય વચ્ચે મુકાબલો છે. એક્ઝિટ પોલ પ્રમાણે બિહારની બેગુસરાય, પટના સાહિબ અને પાટલીપુત્રમાં પણ બીજેપીની જીત મળી રહી છે. બેગુસરાય સીટ પરથી કન્હૈયા કુમાર અને ગિરિરાજ સિંહ વચ્ચે મુકાબલો છે. પટના સાહિબ પર રવિશંકર પ્રસાદ અને શત્રુધ્ન સિન્હા વચ્ચે મુકાબલો છે.
હરિયાણાના હિસારમાં બીજેપી ઉમેદવાર બ્રુજેશ સિંહ જીતી રહ્યા છે. સોનીપત સીટની વાત કરવામાં આવે તો એક્ઝિટ પોલ પ્રમાણે અહીથી કોંગ્રેસ ઉમેદવાર જીતી શકે છે. આ સીટ પર હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડા અને બીજેપીના વર્તમાન સાંસજ રમેશચંદ્ર કૌશિક વચ્ચે મુકાબલો છે.
એક્ઝિટ પોલના પરિણામ પ્રમાણે બેંગલુરુ સેન્ટ્રલ અને બેંગલુરુ સાઉથ સીટ પર બીજેપી જીતી રહી છે. કેરળના તિરુવનંતપુરમમાં કોંગ્રેસ અને સીપીએમ વચ્ચે જોરદાર મુકાબલો છે.
સર્વે બતાવી રહ્યો છે કે મહારાષ્ટ્રની ચાર સીટ નાગપુર, નાંદેડ, મુંબઈ નોર્થ અને મુંબઈ નોર્થ સેન્ટ્રલમાં બીજેપી જીત મેળવશે. જ્યારે મુંબઈ સાઉથ અને બારામતીમાં કાંટાની ટક્કરનો અંદાજ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર