AAPનો દાવો ગૌતમ ગંભીર પાસે છે 2 વોટર ID કાર્ડ, 1 મે ના રોજ કોર્ટમાં સુનાવણી

News18 Gujarati
Updated: April 26, 2019, 6:24 PM IST
AAPનો દાવો ગૌતમ ગંભીર પાસે છે 2 વોટર ID કાર્ડ, 1 મે ના રોજ કોર્ટમાં સુનાવણી
AAPનો દાવો ગૌતમ ગંભીર પાસે છે 2 વોટર ID કાર્ડ, 1 મે ના રોજ કોર્ટમાં સુનાવણી

આતિશીના મતે ગૌતમ ગંભીર પાસે બે વોટર આઇડી છે. એક વોટર આઈડી કાર્ડ રાજેન્દ્ર નગરનું છે, જ્યારે બીજુ વોટ આઈડી કાર્ડ કરોલ બાગનું છે

  • Share this:
ઇસ્ટ દિલ્હી લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર ગૌતમ ગંભીરના નામાંકન ઉપર વિવાદ બંધ થવાનું નામ લેતો નથી. આ સીટ ઉપરથી આમ આદમી પાર્ટીને ઉમેદવાર આતિશી મર્લેનાએ આરોપ લગાવ્યો છે કે ગૌતમ ગંભીર પાસે બે વોટર આઇડી કાર્ડ છે, જે ક્રિમિનલ ઓફેંસ છે. આમ આદમી પાર્ટીએ આ મામલો ત્રીસ હજારી કોર્ટ સામે પણ રાખ્યો છે. આ મામલે સુનાવણી 1 મે ના રોજ થશે.

શું છે નવો આરોપ?
આતિશીના મતે ગૌતમ ગંભીર પાસે બે વોટર આઇડી છે. એક વોટર આઈડી કાર્ડ રાજેન્દ્ર નગરનું છે, જ્યારે બીજુ વોટ આઈડી કાર્ડ કરોલ બાગનું છે. આ રીતે બે વોટર આઈડી કાર્ડ રાખવા ક્રિમિનલ ઓફેંસ છે. ઉલ્લેખનીય છે કે એક વ્યક્તિ પાસે બે વોટર આઈડી કાર્ડ છે અને બંને સ્થાને વોટર લિસ્ટમાં તેનું નામ સામેલ છે તો તેને ચૂંટણી પંચ તરફથી નોટિસ મોકલવામાં આવે છે.

આ પણ વાંચો - પીએમ મોદી પાસે છે ફક્ત 38 હજાર રુપિયા રોકડા, જાણો અન્ય કેટલી છે સંપત્તિ

નોટિસમાં ચૂંટણી પંચ કહે છે કે તમે એક સ્થાનેથી પોતાનું નામ હટાવી દો. જો તમે નક્કી કરેલા સમયમાં આમ ના કરો તો તમારી સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે. આતિશીનો આરોપ છે કે ગંભીર પોતાના એફિડેવિટમાં પણ ખોટુ બોલ્યો છે. તેની સામે અમે ત્રીસ હજારી કોર્ટમાં મામલો રાખ્યો છે.



પહેલા પણ લાગ્યો છે આરોપ
આ પહેલા આતિશીએ ગંભીરના નામાંકન પત્ર સાથે આપેલા એફિડેવિટને લઈને સવાલ ઉઠાવ્યા હતા. આ પછી રિટર્નિંગ ઓફિસરે ગૌતમ ગંભીરને નોટિસ આપી જવાબ દેવા માટે બોલાવ્યો હતો. આરોપ પર ગંભીરના વકીલોનું કહેવું હતું કે આમ આદમી પાર્ટી બૈક ડેટને નોટરી સ્ટમ્પે બતાવી રહી છે. જે નોટરી રજિસ્ટરનો સીરિયલ નંબર છે.
First published: April 26, 2019, 6:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading