Home /News /india /રિઝલ્ટ પહેલા પૂર્વ CECએ કહ્યું - EVM સાથે છેડછાડ સંભવ નથી

રિઝલ્ટ પહેલા પૂર્વ CECએ કહ્યું - EVM સાથે છેડછાડ સંભવ નથી

રિઝલ્ટ પહેલા પૂર્વ CECએ કહ્યું - EVM સાથે છેડછાડ સંભવ નથી

ઇવીએમ સાથે છેડછાડને લઈને ઉઠી રહેલો મુદ્દો બુધવારે વધારે ગરમાયો

  ઇવીએમ સાથે છેડછાડને લઈને ઉઠી રહેલો મુદ્દો બુધવારે વધારે ગરમાયો છે. એક પછી એક પ્રશાસનિક અધિકારીઓએ આ સંબંધમાં ટ્વિટ કરીને જણાવ્યું કે ઇવીએમ પૂરી રીતે સુરક્ષિત છે. આ યાદીમાં પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવત પણ જોડાયા છે. તેમણે ઇવીએમ સાથે છેડછાડની વાતને પૂરી રીતે નકારી દીધી છે. તેમણે કહ્યું હતું કે ઇવીએમ સાથે કોઈ પ્રકારની છેડછાડ થઈ શકતી નથી. ઇવીએમનો સિક્યોરિટી પ્રોટોકોલ ઘણો સખત હોય છે અને ઇવીએમને સ્ટ્રોંગ રુમમાં રાખવામાં આવે છે.

  ઓપી રાવતે કહ્યું હતું કે જ્યારે પણ સ્ટ્રોંગ રુમને ખોલવામાં આવે છે ત્યારે રાજનીતિક પાર્ટીઓના પ્રતિનિધિ આ દરમિયાન હાજર રહે છે. ઇવીએમને તેમની સામે જ બહાર કાઢવામાં આવે છે. આ દરમિયાન મોક પોલ પણ કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે ઇવીએમ પૂરી રીતે સુરક્ષિત છે. તેની ઉપર કોઈ સવાલ ઉઠાવી શકાય નહીં.  ઉલ્લેખનીય છે કે વિપક્ષ લોકસભા ચૂંટણી ખતમ થયા પછી ઇવીએમના હેકિંગનો મુદ્દો ઉઠાવ્યો છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Election commission, Elections 2019, Exit polls, Lok Sabha Elections 2019, Op rawat, ઇવીએમ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन