બિહાર: ગધેડા ઉપર બેસીને ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યો ઉમેદવાર

News18 Gujarati
Updated: April 29, 2019, 7:27 PM IST
બિહાર: ગધેડા ઉપર બેસીને ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યો ઉમેદવાર
બિહાર: ગધેડા ઉપર બેસીને ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યો ઉમેદવાર

ઉમેદવારી પત્ર દાખલ કર્યા પછી ઉમેદવારે ગધેડા ઉપર બેસીને લોકોને વોટ માટે અપીલ કરી

  • Share this:
બિહારના જહાનાબાદમાં લોકસભા ચૂંટણી માટે નામાંકન માટે અંતિમ દિવસે એક અપક્ષ ઉમેદવાર ગધેડા ઉપર બેસીને ઉમેદવારીપત્ર ભરવા પહોંચ્યો હતો. મણિ ભૂષણ શર્મા નામના આ અપક્ષ ઉમેદવારના આવા અનોખા અંદાજને જોઈને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તેને જ્યારે પુછવામાં આવ્યું કે તમે આમ કેમ કર્યું તો કહ્યું હતું કે આ અમીર નેતાઓને આઈનો બતાવવા માટે આ કામ કર્યું હતું.

ઉમેદવારી પત્ર દાખલ કર્યા પછી અપક્ષ ઉમેદવારે ગધેડા ઉપર બેસીને લોકોને વોટ માટે અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે આજે નેતાઓ સામાન્ય માણસને ગધેડા સમજે છે અને હું પણ એક સામાન્ય નાગરિક છું. જેની પાસે ના તો મોંઘી ગાડીઓ છે અને ના પૈસા છે. આ કારણે સસ્તી અને કર્મઠ સવારી ગધેડા પર બેસીને લોકોને આ ચૂંટણીમાં પોતાને વિજય બનાવવાની અપીલ કરી રહ્યો છું.

આ પણ વાંચો -  ચોથા તબક્કાનું મતદાન, 7 વાગ્યા સુધીમાં 62 ટકા મતદાન

ઉલ્લેખનીય છે કે જહાનાબાદ હુલાસગંજ પ્રખંડના રહેવાસી મણિ ભૂષણ શર્મા આ પહેલા પણ ઘણી ચૂંટણી લડ્યો છે. લોકતંત્રના આ મહાપર્વમાં ઉમેદવાર મોંઘી અને લક્ઝરી ગાડીઓના કાફલા સાથે નામાંકન કરવા જાય છે. જ્યારે ગધેડા ઉપર સવાર થઈને ઉમેદવારી પત્ર કરનાર આ ઉમેદવારીની સાદગીએ બધાને બોધ આપવાનો પ્રયત્ન કર્યો છે.
First published: April 29, 2019, 7:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading