ઉપેન્દ્ર કુશવાહાની ધમકી, મહાગઠબંધનના નેતાઓ હથિયાર ઉઠાવી લે

ઉપેન્દ્ર કુશવાહાની ધમકી, મહાગઠબંધનના નેતાઓ હથિયાર ઉઠાવી લે

એક્ઝિટ પોલના પરિણામ પછી મહાગઠબંધનના દળોના નેતાઓની નિરાશા સ્પષ્ટ રુપે જોવા મળી રહી છે

 • Share this:
  એક્ઝિટ પોલના પરિણામ પછી મહાગઠબંધનના દળોના નેતાઓની નિરાશા સ્પષ્ટ રુપે જોવા મળી રહી છે. મંગળવારે મહાગઠબંધનની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ લોકોને હિંસક અપીલ કરી હતી. કુશવાહાએ એક્ઝિટ પોલને ફગાવતા સ્પષ્ટ કહ્યું હતું કે ‘પહેલા બૂથ લૂટ અને હવે રિઝલ્ટ લૂટ’ની તૈયારી ચાલી રહી છે. જો રિઝલ્ટ લૂટની ઘટના બની તો મહાગઠબંધનના નેતાઓને આગ્રહ છે કે હથિયાર પણ ઉઠાવવા પડે તો ઉઠાવી લો.

  કુશવાહા આટલેથી અટક્યા ન હતા. તેમણે ખુલ્લી ચેતાવણી આપતા કહ્યું હતું કે જનતાનો આક્રોશ ઘણો ખતરનાક છે. રસ્તા ઉપર લોહી પર વહીં શકે છે. જિલ્લા પ્રશાસન સતર્ક રહે. આમ થશે તો તેના માટે એનડીએના શીર્ષ નેતા જવાબદાર હશે.

  ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે અમે લોકોને અપીલ કરીશું કે તે ધીરજ અને સંયમ રાખે, કારણ કે એક્ઝિટ પોલ પ્લાંટેડ છે. જનતા બધુ સમજી ગઈ છે. સત્તામાં આવવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. એક્ઝિટ પોલનો કોઈ મતલબ નથી અમે એક્ઝિટ પોલને નકારીએ છીએ.  આ પણ વાંચો - EVM-VVPAT વિવાદ: વિપક્ષની બેઠકમાં કનફ્યૂઝન, 22 દળોની ચૂંટણી પંચમાં રજૂઆત

  આરજેડીના પ્રદેશ અધ્યક્ષ રામચંદ્રે પૂર્વેએ કહ્યું હતું કે તે કોઈપણ પ્રકારે સત્તામાં આવવા માંગે છે. જનતામાં તેના પ્રત્યે ઘણો આક્રોશ છે. એક્ઝિટ પોલ દ્વારા દેશમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. મનૌવૈજ્ઞાનિક તરીકે અસર કરવાનો પ્રયત્ન છે.

  પ્રેસ કોન્ફરન્સમાં રામચંદ્ર પૂર્વે, ઉપેન્દ્ર કુશાવાહા, મદન મોહન ઝા, મુકેશ સહની અને આલોક મહેતા હાજર હતા. પૂર્વ સીએમ જીતનરામ માંઝી આવ્યા ન હતા પણ તેમની પાર્ટીના પ્રવક્તા હાજર રહ્યા હતા. (ઇનપુટ - અમિત કુમાર સિંહ)
  Published by:Ashish Goyal
  First published: