લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે બીજેપી સરકાર બનાવી રહી છે. કોંગ્રેસની રણનીતિ ફેલ થઈ ગઈ છે. પોતાના સૌથી જૂના ગઢ અમેઠીમાં પણ કોંગ્રેસ પાછળ ચાલી રહી છે. યૂપીમાં સપા-બસપા ગઠબંધનની પણ ખરાબ સ્થિતિ છે. આ માટે કોંગ્રેસને જવાબદાર ગણાવવામાં આવી રહી છે. અહીં કોંગ્રેસે એક રીતે વોટ કટવાની ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસ ઉપર ‘24 અકબર રોડ’નામની બુક લખનાર વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવઈએ કહ્યું છે કે રાહુલ ગાંધીએ રાજનીતિ છોડી દેવી જોઈએ. તેના કામનું કશું જ નથી.
રશીદ કિદવઈએ ફેસબુક લાઇવમાં ન્યૂઝ એડિટર રવિ દુબે સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ફક્ત રાહુલ ગાંધીની રણનિતી ફેલ થઈ નથી તેની બહેન પ્રિયંકા ગાંધીએ પણ ત્રણ મોટી ભૂલ કરી છે. પ્રથમ તો તેણે વારાણસીથી લડવાની વાત કરી હતી અને પછી ત્યાં લડી ન હતી. બીજુ કે તેણે કોંગ્રેસને વોટ કટવા પાર્ટી કહી હતી અને ત્રીજુ કે પૂર્વાંચલમાં તમારા માટે કશું જ ન હતું તો તે ત્યાં કેમ ગઈ હતી. ત્યાં કોંગ્રેસનું સંગઠન નથી, સાધન નથી અને ઉમેદવાર પણ નથી.
કિદવઈએ કહ્યું હતું કે મને લાગે છે કે કોંગ્રેસ કદાચ રાહુલ ગાંધીને પાછળ કરીને પ્રિયંકા ગાંધીને આગળ લાવશે. કારણ કે તેની સંવાદ શૈલી શાનદાર છે. તેણે કોંગ્રેસીઓમાં વિશ્વાસની ભાવના જગાવી છે. આ ચૂંટણીમાં ઘણા ક્ષેત્રીય દળોનું પતન થયું છે. તેથી તેમના સ્થાને કોંગ્રેસે મહેનત કરવી જોઈએ. કોંગ્રેસે જમીન ઉપર મહેનત કરી એક મજબૂત વિકલ્પના રુપમાં પોતાને રજુ કરવી જોઈએ
કિદવઈએ કહ્યું હતું કે દેશમાં એક વ્યક્તિ એટલે કે નરેન્દ્ર મોદીને લઈને લોકોમાં આસ્થા અને વિશ્વાસ છે. તેમને લાગે છે કે સમસ્યાઓનો તે ઉકેલ લાવી શકે છે. જે ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ ડિસેમ્બર 2018ની વિધાનસભા ચૂંટણીમાં આવી હતી ત્યાં પણ બીજેપી આવી રહી છે.
રાજનીતિક વિશ્લેષક કિદવઈએ કહ્યું હતું કે આ જીત પાછળ નરેન્દ્ર મોદીની સાથે અમિત શાહની પણ કારીગરી છે. તેમણે ઘણી મહેનત કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર