Exit Poll 2019: એનડીએના વોટ શેરમાં જોરદાર ઉછાળો

Exit Poll 2019: એનડીએના વોટ શેરમાં જોરદાર ઉછાળો

લોકસભા ચૂંટણી 2019ના સાત ફેઝમાં 542 સીટો પર થયેલા ચૂંટણીના એક્ઝિટ પોલ આવી ગયા છે

 • Share this:
  લોકસભા ચૂંટણી 2019ના સાત ફેઝમાં 542 સીટો પર થયેલા ચૂંટણીના એક્ઝિટ પોલ આવી ગયા છે. ન્યૂઝ 18-IPSOSના એક્ઝિટ પોલ પ્રમાણે એનડીએને 48.5 ટકા વોટ મળશે. જેમાં બીજેપીને 39.6 ટકા વોટ મળવાનો અંદાજ છે. જ્યારે બીજેપીના સહયોગી દળોને 8.9 ટકા વોટ મળશે.

  લોકસભા ચૂંટણી 2014માં બીજેપીને કુલ 31.34 ટકા મત મળ્યા હતા.સર્વે પ્રમાણે આ વખતે એનડીએ 336 સીટો જીતીને ભારે બહુમત મેળવશે અને કેન્દ્રમાં ફરી મોદી સરકાર બનશે. જેમાં બીજેપીને 276 સીટો મળવાનો અંદાજ છે. જ્યારે બીજેપીના સહયોગી દળોને 60 સીટો આપવામાં આવી રહી છે.

  આ પણ વાંચો - Exit Poll: કન્હૈયા કુમાર અને શત્રુધ્ન સિન્હાના પરાજયનો અણસાર

  એક્ઝિટ પોલમાં યૂપીએને 25 ટકા વોટ શેરનો અંદાજ લગાવવામાં આવ્યો છે. સર્વે પ્રમાણે કોંગ્રેસના વોટ શેર 18.8 ટકા રહેશે. ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 19.52 ટકા વોટ મળ્યા હતા. એટલે કે કોંગ્રેસનો જનાધાર ઘટી રહ્યો છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર 9.03 ટકા ઘટ્યો હતો.

  સર્વે પ્રમાણે અન્યને 26.5 ટકા વોટ મળવાની આશા છે. જેમાં મમતા બેનર્જીની ટીએમસીને 4.5 ટકા, અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને 2.1 ટકા વોટ મળતા દેખાઈ રહ્યા છે. સપાની સ્થિતિમાં બીએસપી સારી સ્થિતિમાં છે. તેનો વોટ શેર 2.5 ટકા રહેવાનો અંદાજ છે. આમ આદમી પાર્ટીને ફક્ત 0.2 ટકા વોટ મળતા બતાવવામાં આવ્યા છે.
  Published by:Ashish Goyal
  First published: