કેબિનેટની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું રાજીનામું

News18 Gujarati
Updated: May 24, 2019, 7:17 PM IST
કેબિનેટની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું રાજીનામું
સીએનએન-ન્યૂઝ 18ને પ્રાપ્ત સમાચારો અનુસાર, નરેન્દ્ર મોદી 30 મૅના રોજ વડાપ્રધાન પદના સોગંધ લેશે। આ પૂર્વે મોદી વારાણસી અને ગુજરાતની મુલાકાત લેશે

સીએનએન-ન્યૂઝ 18ને પ્રાપ્ત સમાચારો અનુસાર, નરેન્દ્ર મોદી 30 મૅના રોજ વડાપ્રધાન પદના સોગંધ લેશે। આ પૂર્વે મોદી વારાણસી અને ગુજરાતની મુલાકાત લેશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019ના પરિણામો બાદ શુક્રવારે સાંજે નવી દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક પૂર્ણ થઇ હતી. આ બેઠકમાં 16મી લોકસભાને ભંગ કરવાનો પ્રસ્તાવ પારીત કરવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ વડાપ્રધાન મોદીએ આપ્યું રાજીનામું કહેવાય છે કે, પીએમ મોદી આજે જ તેમના પદેથી રાજીનામુ આપશે અને રાષ્ટ્રપતિકોવિંદ તેમને ફરી એકવખત સરકારની રચના કરવાનું આમંત્રણ આપશે

સીએનએન-ન્યૂઝ 18ને પ્રાપ્ત સમાચારો અનુસાર, નરેન્દ્ર મોદી 30 મૅના રોજ વડાપ્રધાન પદના સોગંધ લેશે। આ પૂર્વે મોદી વારાણસી અને ગુજરાતની મુલાકાત લેશે। ઉલ્લેખનીય છે કે, તેઓ 28 મૅ ના રોજ વારાણસીની મુલાકાત લેશે.

 એક તરફ જ્યાં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપ સરકાર બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે ત્યાં કોંગ્રેસ તરફથી રાજીનામાં પાડવાનો દોર શરુ થઇ ગયો છે. આકરી હાર બાદ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બર, કર્ણાટકના પ્રદેશ અદ્યક્ષ એચ કે પાટીલ, ઓડિશાના કોંગ્રેસ અધ્યક્ષ નિરંજન પટનાયકે તેમના રાજીનામાં હાઈકમાનને મોકલાવી દીધા છે, અમેઠીમાંથી પણ જિલ્લા અધ્યક્ષ દ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે

ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાનીમાં એનડીએને 351 બેઠકો ઉપર જવલંત વિજય થયો છે, જ્યારે કોંગ્રેસને માત્ર 50 બેઠકો, યુપીએને 92 બેઠકો, અન્ય પક્ષોને 109 બેઠકો પ્રાપ્ત થઇ હતી
First published: May 24, 2019, 6:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading