Home /News /india /

લોકો સિદ્ધુને કેમ પૂછી રહ્યા છે કે રાજનિતીમાંથી ક્યારે નિવૃત્તિ લેશો?

લોકો સિદ્ધુને કેમ પૂછી રહ્યા છે કે રાજનિતીમાંથી ક્યારે નિવૃત્તિ લેશો?

લોકો સિદ્ધુને કેમ પૂછી રહ્યા છે રાજનિતીમાંથી ક્યારે નિવૃત્તિ લેશો?

ટ્વિટર ઉપર લોકો સિદ્ધુને ટેગ કરીને તેના નિવેદનનો ઉલ્લેખ કરીને સતત પૂછી રહ્યા છે કે તે ક્યારે રાજનીતિને અલવિદા કરશે

    કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ હંમેશા પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન કરવાના કારણે સિદ્ધુ ઉપર ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવ્યો હતો. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ઉપર પણ આરોપ લગાવ્યા હતા. હવે લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા પછી સિદ્ધુ ટ્રોલ થઈ રહ્યો છે.

    ટ્રોલ થવાનું કારણ એ છે કે સિદ્ધુએ કહ્યું હતું કે જો રાહુલ ગાંધી અમેઠીમાંથી હારી જશે તો તે રાજનીતિમાં નિવૃત્તિ જાહેર કરી દેશે. સિદ્ધુએ બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઇરાનીના એ દાવાને ફગાવી દીધો હતો કે તે રાહુલ ગાંધીને ટક્કર આપી રહી છે. જોકે હવે પરિણામ બધાની સામે છે. ગાંધી પરિવારનો ગઢ બીજેપીએ જીતી લીધો છે. લોકો હવે સિદ્ધુને પુછી રહ્યા છે કે તે ક્યારે રાજનીતિમાંથી નિવૃત્તિ લેશે.

    ટ્વિટર ઉપર લોકો સિદ્ધુને ટેગ કરીને તેના નિવેદનનો ઉલ્લેખ કરીને સતત પૂછી રહ્યા છે કે તે ક્યારે રાજનીતિને અલવિદા કરશે. કેટલાક લોકો કહી રહ્યા છે કે સરદાર પોતાની વાતોથી પાછા હટતા નથી જેથી સિદ્ધુએ નિર્ણય લઈ લેવો જોઈએ.



    આ પણ વાંચો - દેશના 17 રાજ્યોમાં કોંગ્રેસને બિગ ઝીરો મળ્યો છે - અમિત શાહ

    એક યૂઝરે લખ્યું છે કે તમે કહ્યું હતું કે જો રાહુલ અમેઠીથી હારી જશે તો રાજનીતિમાંથી રાજીનામું આપી દઈશ. સમય આવી ગયો છે. અમે તમારા રાજીનામાની રાહ જોઈ રહ્યા છીએ.

    કોંગ્રેસના કારમાં પરાજય પછી પાર્ટીમાં વિવાદ શરુ થઈ ગયો છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ પાર્ટીના ખરાબ પ્રદર્શન માટે પોતાની જ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુને જવાબદાર ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે સિદ્ધુ પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાને ભેટ્યા હતા જેથી અમને નુકસાન થયું છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Election 2019, Lok sabha election 2019, Navjot Singh Sidhu

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन