Home /News /india /નરેન્દ્ર મોદી PM નહીં બને તો અયોધ્યા જઈને આત્મહત્યા કરી લઈશ : વસીમ રિઝવી

નરેન્દ્ર મોદી PM નહીં બને તો અયોધ્યા જઈને આત્મહત્યા કરી લઈશ : વસીમ રિઝવી

નરેન્દ્ર મોદી PM નહીં બને તો અયોધ્યા જઈને આત્મહત્યા કરી લઈશ : વસીમ રિઝવી

રિઝવીએ કહ્યું હતું કે રાષ્ટ્ર હર ધર્મથી ઉપર હોય છે. જ્યારે હું પણ રાષ્ટ્રહિતની કોઈ વાત કરું છું તો કટ્ટરપંથી મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે

  લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું પૂરુ થઈ ગયું છે. યૂપીમાં હવે પાંચમા, છઠ્ઠા અને સાતમાં ચરણનું મતદાન બાકી છે. ચૂંટણીના શોરગુલ વચ્ચે ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ સૈયદ વસીમ રિઝવીએ મંગળવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, જો 2019માં નરેન્દ્ર મોદી ફરી દેશના પ્રધાનમંત્રી નહીં બને તો હું અયોધ્યા જઈને રામ મંદિરના ગેટ પાસે આત્મહત્યા કરી લઈશ. રિઝવીએ કહ્યું હતું કે રાષ્ટ્ર હર ધર્મથી ઉપર હોય છે. જ્યારે હું પણ રાષ્ટ્રહિતની કોઈ વાત કરું છું તો કટ્ટરપંથી મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. તે કહે છે કે મોદી સરકારને જવા દો અમે તારા ટુકડે-ટુકડા કરી નાખીશું.

  વસીમ રિઝવીએ કહ્યું હતું કે દેશપ્રેમીઓમાં નરેન્દ્ર મોદી માટે પ્રેમ છે અને ગદ્દારોમાં ડર છે. તે દેશના કુશળ પ્રધાનમંત્રી છે. જો 2019માં કોઈ બીજા રાજનીતિ દળનો નેતા દેશદ્રોહીઓની મદદથી પ્રધાનમંત્રી બની જશે તો હું અયોધ્યામાં રામ મંદિરના ગેટ પાસે જઈને આત્મહત્યા કરી લઈશ. કારણ કે દેશદ્રોહીઓના હાથથી મરવા કરતા સારું છે કે ઇજ્જતની મોત મરું.

  આ પણ વાંચો - સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ રાહુલ ગાંધીએ 'ચોકીદાર ચોર હૈ' માટે માફી માંગી

  ઉલ્લેખનીય છે કે શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવી છેલ્લા એક વર્ષથી રામ મંદિરના મુદ્દા પર નિવેદન કરવાને લઈને ચર્ચામાં છે. વસીમ રિઝવી બાબરી મસ્જિદને શિયા વક્ફ બોર્ડની સંપત્તિ બતાવી બતાવે છે. આ ઉપરાંત અયોધ્યામાં રામ મંદિર બનાવવાની અને મસ્જિદ અલગ શિફ્ટ કરવાની વાત પણ કરે છે. વિરોધીઓ કહે છે કે સીબીઆઈ તપાસથી બચવા માટે વસીમ રિઝવી આમ કરી રહ્યા છે. જોકે રિઝવીએ આ આરોપને ખોટા ગણાવે છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Elections 2019, General Elections, General elections 2019, Lok sabha election 2019, નરેન્દ્ર મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन