Home /News /india /વારાણસી : રદ થઈ શકે છે તેજ બહાદુરનું નામાંકન, આ છે કારણ

વારાણસી : રદ થઈ શકે છે તેજ બહાદુરનું નામાંકન, આ છે કારણ

વારાણસી : રદ થઈ શકે છે તેજ બહાદુરનું નામાંકન, આ છે કારણ

વારાણસી લોકસભા સીટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડનાર બીએસએફના સસ્પેન્ડેડ જવાન તેજ બહાદુર યાદવની મુશ્કેલી વધી શકે છે

વારાણસી લોકસભા સીટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડનાર બીએસએફના સસ્પેન્ડેડ જવાન તેજ બહાદુર યાદવની મુશ્કેલી વધી શકે છે. તેની ચૂંટણી લડવા ઉપર પર શંકાસ્પદ સ્થિતિ બની છે. કારણ કે તેજ બહાદુર તરફથી દાખલ કરેલ નામાંકન પત્રમાં અર્ધસૈનિક બળથી સસ્પેન્ડ થવાને લઈને બે અલગ-અલગ દાવા કર્યા છે. આ મામલે હવે જિલ્લા નિર્વાચન અધિકારી સુરેન્દ્ર સિંહે તેજ બહાદુરને નોટિસ પાઠવી છે.

જિલ્લા નિર્વાચન અધિકારીએ તેજ બહાદુરને 1 મે ના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ આપવાનો સમય આપ્યો છે. નક્કી કરેલ સમયમાં જવાબ નહીં આપી શકે તો તેનું નામાંકન રદ પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે તેજ બહાદુરે વારાણસી સીટ પરથી પહેલા અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે પછી સમાજવાદી પાર્ટીએ તેને ટિકિટ આપી હતી. આ કારણ તે ગઠબંધનના ઉમેદવાર તરીકે પીએમ મોદી સામે મેદાનમાં ઉતર્યો છે.

આ પણ વાંચો - નરેન્દ્ર મોદી PM નહીં બને તો અયોધ્યા જઈને આત્મહત્યા કરી લઈશ : વસીમ રિઝવી

બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુર માટે સમાજવાદી પાર્ટીએ જે શાલિની યાદવની ટિકિટ કાપી છે તે પૂર્વાંચલના મોટા રાજનીતિક કુટુંબ સાથે સંબંધ ધરાવે છે. તે હજુ પણ પીએમ મોદી સામે વારાણસીથી ઉમેદવાર છે. કારણ કે તેણે હજુ સુધી ઉમેદવારીપત્ર પાછું ખેંચ્યું નથી. શાલિની યાદવનો પોતાનો જનાધાર છે. તેથી સપાના નવા ઉમેદવાર અને બીએસએફના સસ્પેન્ડ જવાન તેજ બહાદુર યાદવની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.
First published:

Tags: Elections 2019, General Elections, General elections 2019, Lok sabha election 2019, Nomination, Varanasi