Home /News /india /PM મોદીની મમતાને ચેતવણી, અમારા સંપર્કમાં છે TMCના 40 ધારાસભ્યો

PM મોદીની મમતાને ચેતવણી, અમારા સંપર્કમાં છે TMCના 40 ધારાસભ્યો

પીએમ મોદીએ કહ્યું તમે જેટલા પણ રસગુલ્લા બનાવીને મોકલશો અને તેમાં જેટલા પણ પત્થર આવશે તેને હું લેવા માટે તૈયાર છું.

પીએમ મોદીએ કહ્યું તમે જેટલા પણ રસગુલ્લા બનાવીને મોકલશો અને તેમાં જેટલા પણ પત્થર આવશે તેને હું લેવા માટે તૈયાર છું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે પશ્ચિમ બંગાળના સેરમપુરમાં રેલી દરમિયાન મમતા બેનરજી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ મમતા બેનરજીના એ નિવેદન ઉપર ધન્યવાદ આપ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે પીએમ મોદીને માટીથી બનેલા રસગુલ્લા મોકલાવશે. પીએમ મોદીએ કહ્યું હતું કે હું દીદીનો ઘણો આભારી છું. તમે જેટલા પણ રસગુલ્લા બનાવીને મોકલશો અને તેમાં જેટલા પણ પત્થર આવશે તેને હું લેવા માટે તૈયાર છું. પીએમ મોદીએ કહ્યું હતું કે આ પત્થર તમારા ગુંડા નિર્દોષ લોકોને મારવામાં ઉપયોગ કરે છે. હું તે બધા પત્થર ખાવા તૈયાર છું જે નિર્દોષ લોકોના માથા ફોડવામાં ઉપયોગ થાય છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે દીદી તમારી જમીન સરકી ગઈ છે અને જોઈ લેજો કે 23 મે ના રોજ પરિણામ આવશે ત્યારે તમારા ધારાસભ્યો પણ તમને છોડીને ભાગી જશે. આજે પણ તમારા 40 ધારાસભ્યો મારા સંપર્કમાં છે. દીદી તમે વિશ્વાસઘાત કર્યો છે. આજે જે પશ્ચિમ બંગાળમાં ગુસ્સો છે તે તમારા વિશ્વાસઘાતનો છે અને આ વિશ્વાસઘાતની કિંમત અહીંના યુવાનો લઈને રહેશે. જનતાની આંખોમાં એક જ સપના જોવા મળી રહ્યા છે. જનતાના જિગરમાં એક જ સંકલ્પ છે અને તે છે - ચુપે-ચાપ કમલ છાપ, ચુપે-ચાપ કમલ છાપ.

આ પણ વાંચો - BSFના પૂર્વ જવાન તેજબહાદુર સમાજવાદી પાર્ટી તરફથી લડશે પીએમ મોદી સામે!





ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રધાનમંત્રી મોદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. મમતાએ કહ્યું હતું કે મોદી ચૂંટણી પહેલા ક્યારેય પશ્ચિમ બંગાળ આવ્યા નથી અને હવે લોકો પાસેથી વોટ માંગી રહ્યા છે. અમે તેમને બંગાળના રસગુલ્લા આપીશું. અમે માટીથી મિઠાઇ બનાવીશું અને તેમાં કાંકરા નાથીશું. આ મિઠાઈ ખાવાથી તેમના દાંત તુટી જશે.
First published:

Tags: Elections 2019, General elections 2019, Lok sabha election 2019, નરેન્દ્ર મોદી, પીએમ મોદી

विज्ञापन